________________
ત્રિી સુવિધિનાથનું ચૈત્યવંદળ]
I
1
II
ર શ્રી સુવિધિનાથ પ્રભુનું ચૈત્યવંદન સુવિધિનાથ નવમાં નમું, સુગ્રીવ જસ તાત, મગર લંછન ચરણે નમું, રામા રૂડી માત. આયુ બે લાખ પૂરવ તણું, શત ધનુષની કાય, કાકંદી નયરી ધણી, પ્રણમું પ્રભુ પાય. એ રા ઉત્તમવિધિ જેહથી લહ્યો એ, તેણે સુવિધિજિન નામ, નમતાં તસ પદ પદ્મને, લહિયે શાશ્વત ધામ. . ૩
સ્તવન (૧)
સુવિધિ જિનપતિ સેવીયે, મન મોહન મેરે અંતર સુવિધિ ચંદ, ને કોડિ સાગર તણું, મન. પ્રણમો ભવિજન વંદ. મન.૧ ફાગણ વદિ નોમે ચવ્યા, મન. રામા ઉર સર હંસ, મન. માગશિર વદિ પાંચમે જન્મ્યા, મન. દીપાવ્યો સુગ્રીવ વંશ. મન.૨ એકસો ધનુષ કાયા ભલી, મન. વરણ ચંદ અનુહાર. મન. માગશિર વદ છઠે વતી. મન. લીધો સંયમ ભાર. મન.૩ સુદિ કાર્તિક ત્રીજે થયા, મન. લોકાલોકના જાણ. મન. ભાદ્રવા સુદિ નવમી દિને, મન. પ્રભુ પામ્યા નિર્વાણ. મન.૪ દોયલાખ પૂરવ તણું, મન. જિનવર ઉત્તમ આય. મન. પદ્મવિજય કહે પ્રણમતાં, મન. આપદ દૂર પલાય. મન.૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org