________________
- શ્રી સવિધિનાથનું સ્તવન
(૨) સુવિધિ જિનેસર સાહિબારે, મનમોહનારે લાલ. સેવો થઈ થિર થોભ રે, જગ સોહના રે લાલ. સેવા નહિ હોયે અન્યથારે, મન હોયે અસ્થિરતાર્યું ક્ષોભરે..૧. પ્રભુ સેવા અંબુદ ઘટા રે, મન. ચઢી આવી ચિત્તમાંહી રે. અથિર પવન જબ ઉલટે રે, મન, તબ જાયે વિલઈ ત્યાંહી રે..૨. પુશ્ચલા શ્રેયકરી નહીં રે, મન. જિમ સિદ્ધાંત મઝાર રે. અથિરતા તિમ ચિત્તથી રે, મન. ચિત્ર વચન આકાર રે...૩. અંતઃકરણે અસ્થિરપણું રે, મન. જો ન ઉધર્યું મહાશલ્ય રે. તો શ્યો દોષ સેવા તણો રે, મન. નવિ આપે ગુણ દિલ્લરે...૪. તિણે સિદ્ધમાં પણ વાંછીઓ રે. મન થિરતા રૂપ ચરિત્તરે. જ્ઞાન-દર્શન અભેદથી રે. મન. રત્નત્રયી ઈમ ઉત્ત રે...૫. સુવિધિ જિન સિધ્ધિ વર્યા રે, મન. ઉત્તમ ગુણ અનૂપ રે. પદ્મવિજય તસ સેવથી રે. મન થાયે નિજ ગુણ ભૂપ રે..૬.
હોય નરદેવ ભાવદેવો, જેહની સારસેવો, જેહદેવાધિદેવો, સાર જગમાં જવું મેવો, જોતાં જગ એડવો, દેવ દીઠો ન તેહવો, સુવિધિ જિન જેહવો, મોક્ષદે તતખેવો. ૧.
[ ૭O
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org