________________
શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું સ્તવત)
સ્તવન (૨) શ્રી સુપાર્થ જિણંદ તારૂં, અકલ રૂપ જણાય રે. રૂપાતીત સ્વરૂપવંતો, ગુણાતીત ગુણ ગાય રે.
પ્રભુ ક્યુંહી ક્યુંહી, તારનારો તુંહી રે. ૧. તારનારો તુંહી કિમ પ્રભુ, હૃદયમાં ધરી લોક રે, ભવસમુદ્રમાં તુજ તારે, તુજ અભિધા ફોક રે. ૨. નિરમાં દૃતિ દેખી તરતી, જાણીયું મેં સ્વામી રે. તિમ અનિલ અનુભાવજિમતિમ, ભવિક તાહરે નામશે. ૩. જેહ તનમાં ધ્યાન ધ્યાયે, તાહરૂ તસ નાશ રે, પાય તનુનો તેહ કિમ પ્રભુ, એહ અચરિજ ખાસ રે. ૪. વિગ્રહને ઉપશમ કરે તે, મધ્યવર્તી હોય રે. તિમપ્રભુ તમે મધ્યવર્તી, કલહ તનસમ જોય રે. ૫. તુમ પ્રમાણ અનલ્પ દીસે, તે ધરી હુ ભવ્ય રે, ભારવિણ જિમ શીધ્ર તરીકે, એહ અચરિજ નવ્ય રે. ૬. મહાપુરુષ તણો જે મહિમા, ચિંતવ્યો નવિ જાય રે, ધ્યાન ઉત્તમ જિનરાજ કરો, પદ્મવિજય તિણે થાય રે. ૭.
થોય સુપાર્શ્વ જિનવાણી, સાંભળે જેહ પ્રાણી, હૃદયે પહોંચાણી, તે તર્યા ભવ્ય પ્રાણી, પાંત્રીસ ગુણ ખાણી, સૂત્રમાં જે ગુંથાણી, પડુ દ્રવ્યશું જાણી, કર્મ પીલે ક્યું પાણી. ૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org