________________
ત્રિી પદ્મપ્રભ સ્વામી ચૈત્યવંદન!
એ શ્રી પદ્મપ્રભ સ્વામિનું ચૈત્યવંદન | કોસંબીપુર રાજિયો, ધર નરપતિ તાય, પદ્મપ્રભ પ્રભુતામયી, સુસીમા જસ માય છે ૧ છે ત્રીસ લાખ પૂરવ તણું, જિન આયુ પાલી, ધનુષ અઢીશું દેહડી, સવિ કર્મને ટાલી. . ર છે પઘલંછન પરમેશ્વરૂએ,જિનપદપઘની સેવ, પદ્મવિજય કહે કીજિયે, ભવિજન સહુ નિતમેવા કા
સ્તવન પદ્મજિનેસર પલંછન ભલું, પદ્મની ઓપમ દેવાય, ઉદકને પંકમાંથી જે ઉપનું, ઉદક પંકે ન લેવાય. ૧. તિમ પ્રભુકર્માંકથી ઉપના, ભોગ જળ વધ્યા સ્વામી, કર્મ ભોગ હેલી અલગા રહ્યા, તેહને નમું શિરનામી. ૨. બારે પરખદ આગળ તું દીયે, મધુર સ્વરે ઉપદેશ, દશર દષ્ટાંતે દેશના સાંભળે, નર તિરિ દેવ અશેષ. ૩. રક્તપા સમ દેહને તગતગે, જગ લગે રૂપનિહાળ, ઝગમગે સમવસરણમાંહી રહ્યો, પગ પગેરિદ્ધિ રસાળ. ૪. સુશીમાં માતાએ પ્રભુને ઉર ધર્યા, પદ્મ સુપન ગુણધામ, ઉત્તમ વિજય ગુરુ સાથે ગ્રહ્યો, પદ્મ વિજય પદ્મ નામ. પ.
થોય
અઢીશું ધનુષ કાયા, ત્યક્ત મદ મોહ માયા, સુસીમા જસ માયા, શુકલ જે ધ્યાન ધ્યાયા, કેવલ વરપાયા, ચામરાદિ ધરાયા, સેવે સુર રાયા, મોક્ષ નગરે સધાયા. ૧.
૬૫]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org