________________
શ્રી સુમતિનાથ પ્રભુનું સ્તવનો
સ્તવન (૨)
સેવો સુમતિ જિનેસર સાહિબો, પ્રભુ અભિનંદનથી એહ રે, નવ લાખ કોડી સાગર તણો, અંતર ગુણ ગણમણી ગેહ રે...સેવો... ૧. ચવ્યા શ્રાવણ સુદિ બીજને દિને, સુચિત ચૌદ સુપને જેહરે, વૈશાખ સુદિ આઠમેં જનમીયા, ત્રણ જ્ઞાન સહિત વર દેહ રે...સેવો...૧. ઉંચી કાયા ત્રણસેં ધનુષની, સોવન વન અતિ અવદાત રે, સુદિ વૈશાખ નવમીમેં વ્રત લીયે, દેઈ દાન સંવચ્છરી ખ્યાત રે....સેવો... ૧. ચૈત્ર સુદિ અગ્યારસ દિને, લઘું પ્રભુજી પંચમ નાણ રે, ચૈિત્ર સુદિ નવમીયે શિવવર્યા, પૂર્વ લાખ ચાલીશ આયુ જાણ રે....સેવો. ૧. એતો જિનવર જગગુરુ મીઠડો, મારો આતમચો આધાર રે. ભવ ભવ પ્રભુ શરણે રાખો , કહે પા વિજય ધરી પ્યારી રે..સેવો. ૧.
થોય સુમતિ સુમતિદાયી, મંગલા જાસ માઈ, મેરૂ ને વલી રાઈ, ઓર એહને તુલાઈ, ક્ષય કીધાં ઘાઈ, કેવલજ્ઞાન પાઈ, નહિ ઊણિમ કાંઈ, સેવિયે તે સદાઈ. ૧.
[ ૬૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org