________________
- શ્રી અજિતનાથ પ્રભુનું સ્તવતી
સ્તવન (૨) અજિત જિન તુજ મુજ અંતરો, જોતાં દીસે ન કોય રે, તુજ મુજ આતમ સારીખો, હાં રે સત્તા ધર્મથી હોય રે.. અજિત.૧. જ્ઞાન દર્શન ચરણ આદિ દેઈ, ગુણ એ છે જેહ અનંત રે, અસંખ્ય પ્રદેશ વળી સારીખા, એ છે ઈણિ પરે તંત રે. અજિત.૨. એતલો અંતર પણ થયો, હાં રે આવિરભાવ તિરોભાવ રે, આવિરભાવે ગુણ નીપના, તિણે તુજ રમણ સ્વભાવ રે. અજિત.૩. રાગદ્વેષાદિ વિભાવની, હાં રે પરણતી પરભાવે રે, ગ્રહણ કરતો કરે ગુણ તણો, હાં રે પ્રાણી એહ તિરો ભાવે રે.. અજિત.૪. એહ અંતર પડ્યો તુજ થકી, હાં રે તેને મન ઘણું દુઃખ રે. ભીખ માંગે કુણ ધન છતે, હાં રે છતે આહાર કુણ ભૂખ રે.. અજિત.પ. તુજ અવલંબને આંતરો, હાં રે ટળે માહરે સ્વામ રે, અચલ અખંડ અગુરૂ લહુ, હાં રે લહે નિરવઘ ઠામ રે... અજિત.૬.
થોચ વિજયા સુત વંદો, તેજથી કયું દિગંદો, શીતલતાએ ચંદો, ધીરતાએ ગિરીદો, મુખ જિમ અરવિંદો, જાસ સેવે સૂરદો, લહો પરમાણંદો, સેવના સુખકંદો. ૧.
[૫૯]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org