________________
ત્રિી સીમંધર સ્વામીનું ચૈત્યવંદના
જ શ્રી સીમંધર સ્વામીનું ચૈત્યવંદન પહેલા પ્રણમું વિહરમાન, શ્રી સીમંધર દેવ, પૂર્વ દિશે ઈશાન કુણે, વંદું હું નિત્યમેવ. ૧. પુખ્તલવઈ વિજયા તિહાં, પુંડરીકિણી નયરી. શ્રી શ્રેયાંસ રાજા ભલો, જીત્યા સવિ વયરી. ૨. દેહમાન ધનુષ્ય પાંચશે, માતા સત્યકી નંદ. રુકમણી રાણી નાહલો, વૃષભ લંછન જિનચંદ. ૩. ચોરાશી લાખ પૂરવ આય, સોવન વરણી કાય. વિશ લખ પૂરવ કુમારવાસિ, તેમ તેસઠ રાય. ૪. ગણધર ચોરાશી કહ્યા એ, મુનિવર એકસો કોડી પંડિત ધીરવિમલ તણો, જ્ઞાનવિમલ કહે કર જોડી. ૫.
સ્તવન (૧) શ્રી સીમંધર વિનંતી, સુણ સાહિબ મેરા, અહનિશ તુમ ધ્યાને રહું, મેં ફરજન તેરા. શ્રી સી. ૧. ભાવભક્તિ શું વંદના, કરું ઊઠી સવેરા, ભવદુઃખ સાગર તારીએ, જિમ હોય તુમ નેરા, શ્રી સી. ૨. અંતર રવિ જબ પ્રગટીઆ, પ્રભુ તુમ ગુણ કેરા, તવ હમ મન નિર્મળ ભયા, મિટ્યા મોહ અંધેરા. શ્રી સી. ૩. તારક તુમ વિણ અવર કો, કહો કવણ ભલેરા, તે પ્રભુ હમકું દાખવો, કરું તાસ નિહોરા. શ્રી સી. ૪. નય નિત નેહે નિરખીએ, પ્રભુ અબકી વેરા, બોધિબીજ મોહે દીજીએ, કહું કહા બહ તેરા. શ્રી સી. ૫.
૫૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org