________________
શ્રી સિદ્ધાચલજીનું સ્તવન
સ્તવન (૨)
આવો ભવિક શત્રુંજયગિરિ જઈએ, ભેટીને નિર્મલ થઈએ રે, સખી ભવજલ તારું પૂરવ સંચિત પાપ પણાશે, સેવ્યા શિખસુખ લહીએ રે. સખી ૧. કર્મભૂમિમાં એક સરિખું, તીરથ અવર ન કોઈ રે. સખી. સિદ્ધ અનંત થયા એણે ઠામે, તીરથ ધરતી જોઈ રે. સખી. ૨. સમકિત શુદ્ધ વિરતિ પરિણામે, જિનપૂજાનો રાગી રે. સખી. વળીય વિશેષે એણે ઠામે, એકમના લય લાગી રે. સખી. ૩. : એક દોય ત્રણ ભવમાંહે પામે, અવિચલ પરમાનંદી રે. સખી. નાગ મોર સિંહ વાઘપ્રમુખતિરિ, સુગતિગયાજિન વંદીરે. સખી. ૪. પંચમે આરે ભવિક ને તારે, ભવજલ પાર ઉતારે રે. સખી. રિસહસર આણા શિર ધારી, હોવે અલ્પ સંસારી રે. સખી. પ. દાન શીલ તપ ભાવના ભાવે, આપણી શક્તિ ન ગોપે રે. સખી. થિર પરિણામે વિધિનવિ વામે, વિવિધ ભક્તિ નવિલોપેરે. સખી. ૬. સોવનપુરિસાની પરે નિત નિતુ, મંગલ કમલા વાધે રે. સખી. અનુક્રમે જ્ઞાનવિમલ ગુરુગુણથી, સહજે શિવસુખ સાધે રે. સખી. ૭.
થોય પ્રણો ભવિયાં રિસહ જિનેસર, શત્રુંજય કેરો રાયજી, વૃષભ લંછન જસ ચરણે સોહે, સોવન વરણી કાયજી, ભરતાદિક શતપુત્રતણો જે, જનક અયોધ્યા-રાયજી. ચૈત્રી પુનમને દિન જેહના, ખોટા મહોત્સવ થાયજી. ૧.
[૫૨]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org