________________
શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન
શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન
શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, પુંડરીક ગિરિ સાચો, વિમલાચલને તીર્થરાજ, જસ મહિમા જાચો, મુક્તિ નિલય શતકૂટ નામ, પુષ્પદંત ભણીજે. મહાપદ્મને સહસ્ત્ર પત્ર, ગિરિરાજ કહીજે. ઈત્યાદિક બહુ ભાતિનું એ, નામ જપો નિરધાર. ધીરવિમલ કવિરાજનો, શિષ્ય કહે સુખકાર ૧.
Jain Education International
સ્તવન (૧)
અમે નાહ્યા રે (૨) સુરજકુંડમાં નાહ્યા રે. શ્રી સિદ્ધાચલની ભેટિ ન હોય, ત્યાં લગે ભવ સઘળો એ વાહ્યા રે. અમે. ૧. તીરથ બહુ અવનીતળે નિરખ્યાં, તે મનમાં ન સુહાયા રે,
નાભિ નરેસર નંદન નિરખત, ધર્મ સકલ આરાહ્યા રે. અમે. ૨. કોડી અનંત મુનીસર સિધ્યાં, તપ સઘળાએ સરાહ્યા રે, ભાવસહિત જે ગિરિવર ફરસે, તસ શિવસુખ કર આયા રે. અમે. ૩. દોય અઠ્ઠમ સાત છઠ્ઠ કરીને, લાખ નવકાર જ ધ્યાયો રે. ઈણિ પરે વિધિશું શત્રુંજય સેવે, તસ દુઃખ દુરિત ગમાયો રે. અમે. ૪. જે નર શ્રી રિસહેસર ભેટે, ધન્ય તે જનની જાયા રે. જ્ઞાનવિમલગિરિ ધ્યાન ધરંતા, સમકિત ગુણનિધિ પાયા રે. અમે. પ.
For Personal & Private Use Only
૫૧
www.jainelibrary.org