________________
શ્રી મહાવીર સ્વામીનું
સ્તવન (૨)
વંદો વી૨ જિનેસર રાયા, ત્રિશલામાતા જાયાજી, હરિલંછન કંચનવન કાયા, મુજ મનમંદિર આયાજી. વંદો. ૧. દુષમ સમયે શાસન જેહનું, શીતલ ચંદન છાયાજી,
જે સેવતાં ભવિજન મધુકર, દિદિન હોત સવાયાજી. વંદો. ૨. તે ધન પ્રાણી સદ્ગતિ ખાણી, જસ મનમાં જિન આયાજી. વંદન પૂજન સેવ ન કીધી, તે કાં જનની જાયાજી. વંદો. ૩. કર્મ કટક ભેદ ન બલવત્તર, વીર બિરુદ જેણે પાયાજી. એકલમલ્લ અતુલીબળ અરિહા, દુશ્મન દૂર ગમાયાજી. વંદો. ૪. વાંછિત પૂરણ સંકટ ચૂરણ, તું માતા-પિતા સહાયાજી. સિંહપરે ચારિત્ર આરાધી, સુજસ નિશાન બજાયાજી. વંદો. પ. ગુણ અનંત ભગવંત વિરાજે, વર્ધમાન જિનરાયાજી, ધીર વિમલ કવિ સેવક નય કહે, શુદ્ધ સમકિત ગુણદાયાજી. વંદો. ૬.
૫૦
સ્તવન
Jain Education International
થોય લહ્યો ભવજલતીર, ધર્મ-કોટી હીર, દૂરિત-રજ સમીર, મોહભૂ સાર સીર, દૂરિત દહન તીર, મેરુથી અધિક ધીર, ચરમ શ્રી જિન વીરચરણ કલ્પદ્રુ કીર. ૧.
For Personal & Private Use Only
www.jainelibrary.org