________________
ત્રિી મહાવીર સ્વામીનું ચૈત્યવંદન!
છે શ્રી મહાવીર સ્વામીનું ચૈત્યવંદના સુદિ અષાઢ છઠ્ઠા દિવસે, પ્રાણતથી ચવિયા, તેરસ ચૈત્ર સુદિ દિને, ત્રિશલાએ જણીયા મૃગશિર વદિ દશમી દિને, આપે સંયમ આરાધે, સુદિ દશમી વૈશાખની, વર કેવલ સાથે, કાતી કૃષ્ણ અમાવસીએ, શિવગતિ કરે ઉદ્યોત, જ્ઞાનવિમલ ગૌતમ લહે, પર્વ દીપોત્સવ હોત. ૧.
સ્તવન (૧) વીરજી સુણો એક વિનંતી મોરી, વાત વિચારો તમે ધણી રે. વિર મને તારો મહાવીર મને તારો, ભવજલ પાર ઉતારોને રે. પરિભ્રમણ મેં અનંતા રે કીધાં, હજુએ ન આવ્યો છેડલો રે.
- તમે તો થયા પ્રભુ! સિદ્ધ નિરંજન.
અમે તો અનંતા ભવ ભમ્યા રે.વીર મને. ૧. તમે અમે વાર અનંતી વેળા, રમીઆ સંસારીપણે રે, તેહ પ્રીત જો પૂરણ પાળો, તો અમને તુમ સમ કરો રે. વીર. ૨ તુમ સમ અમને જોગ ન જાણો, તો કાંઈ થોડું દીજીએ રે. ભવોભવ તુમ ચરણોની સેવા, પામી અમે ઘણું રીઝીએ રે. વીર. ૩ ઈંદ્ર જાળીયો કહેતો રે આવ્યો, ગણધર પદ તેહને દીઓ રે. અર્જુનમાળી જે ઘોર પાપી, તેહને જિન ! તમે ઉદ્ધર્યો રે. વીર. ૪ ચંદનબાળાએ અડદના બાકુલા, પડિલાભ્યાં તમને પ્રભુ રે. તેહને સાહુણી સાચી રે કીધી, શિવવધૂ સાથે ભેળવી રે. ચરણે ચંડકોશિયો ડશીઓ, કલ્પ આઠમે તે ગયો રે. ગુણ તો તમારા પ્રભુ મુખથી સુણીને, આવી તુમ સન્મુખ રહ્યો રે. વીર. ૬ નિરંજન પ્રભુ નામ ધરાવો, તો સહુને સરીખા ગણો રે. ભેદભાવ પ્રભુ ! દૂર કરીને, મુજશું રમો એક મકશું રે. વીર. ૭ મોડા વહેલા પણ તુમ્હી જ તારક, હવે વિલંબ શા કારણે રે. જ્ઞાન તણા ભવનાં પાપ મિટાવો, વારી જાઉં વર તોરા વારણે રે. વીર. ૮
વીર. ૫
४८
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org