________________
( શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવનો
સ્તવન (૨) જંબુદ્વીપે પોતનપુરમાં, અરવિંદ નામે રાજા રે, તાસ પુરોહિત વિશ્વભૂતિ દ્વિજ, સુત મરૂભૂતિ ગુણ તાજારે.
પાસ જિનેસર પરિષાદાણી... ૧. શ્રાવક ધર્મ આરાધે અંતે, કમઠ શિલાલે ચાંપ્યો, કુંજર હોય સ્ત્રી તસ વારણ, કરણી મોહે ત્યાં થયો રે. પાસ. ૨. અરવિંદ રાજઋષિ દેખીને, જાતિ સ્મરણ પામ્યો. કમઠ કુર્કટ અહિ ડસ્યો તવ, સહસા સુખ કામ્યો રે. પાસ. ૩. મહાવિદેહે વિદ્યુતગતિ નૃપ, તિલકાવતી તસ રાણી, કિરણ વેગ સુત સંયમ લેઈ, લહે સુખ અય્યત ખાણી રે. પાસ. ૪. પૂર્વ વિદેહે વિદ્યાધર વર, સંયમ મારગ સાધે. કમઠ જીવ સિંહે તે હણીયો, રૈવેયકે સુખ લાધે રે. પાસ. ૫. સુવર્ણબાહુ ચક્રિ સુવિદેહે, સંયમ જીનપદ બાંધે, કમઠ જીવ વ્યાધે તે હણીયો, પ્રાણાંતે સુર સુસમાધિ રે. પાસ. ૬. અશ્વસેન નૃપ વામાનંદન, નયરી વાણારસી જેહની, નીલવર્ણ અહી લંછન દીપે, આણ વહું હું તેહની રે. પાસ. ૭. પાર્શ્વજિનેશ્વર જોવીશમો જીન, જ્ઞાનવિમલ ગુણ ભરીયો, બાહ્યગ્રહીને સેવકને તારે, અપરંપાર ભવ દરિયો રે. પાસ. ૮.
થોચ શંખેશ્વર પાસજી પૂજીએ, નરભવનો લાહો લીજીએ, મનવાંછિત પૂરણ સુરતરુ, જય રામાસુત અલવેસરુ. ૧.
[४८
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org