________________
-- શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચૈત્યવંદના એ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચૈત્યવંદન ક કૃષ્ણ ચોથ ચૈત્ર તણી, પ્રાણથી આયા, પોષ વદિ દશમી જનમ, ત્રિભુવન સુખ પાયા પોષ વદિ અગ્યારસે, લહે મુનિવર પંથ, કમઠાસુર ઉપસર્ગનો, ટાલ્યો પલીમંથ, ચૈત્ર કૃષ્ણ ચોથ દિને એ, જ્ઞાનવિમલ ગુણનૂર. શ્રાવણ સુદિ આઠમે લહ્યા, અવિચલ સુખ ભરપૂર. ૧.
સ્તવન (૧) તું પ્રભુ મારો હું પ્રભુ તારો, ક્ષણ એક મુજને નાહિ વિચારો, મહેર કરી મુજ વિનંતી સ્વીકારો, સ્વામી સેવક જાણી નિહાળો. તું પ્રભુ ૧. લાખ ચોરાશી ભટકી પ્રભુજી, આવ્યો છું શરણે તાહરે હો જિનજી, દુર્ગતિ કાપો શિવસુખ આપો, સ્વામી સેવક જાણી નિહાળો. તું પ્રભુ ૨. અક્ષય ખજાનો પ્રભુ તારો ભર્યો છે, આપો કૃપાળુ મેં હાથ ધર્યો છે, વામનદન જગવંદન પ્યારો, દેવ અનેરામાંહે તું છે ન્યારો.તું પ્રભુ ૩. પલ પલ સમરું પાર્થ શંખેશ્વર, સમરથ તારણ તુંહિ જિનેશ્વર, પ્રાણ થકી મુજ અધિકો વહાલો, દયા કરી મુજને નેહે નિહાળો. તું પ્રભુ ૪. ભક્ત વત્સલ તારું બિરુદ જાણી, કેડ ન છોડું એમ લેજો જાણી, ચરણોની સેવા હું નિતનિત ચાહું, ઘડી ઘડી મન માંહે ઉમાહુંતું પ્રભુ પ. જ્ઞાનવિમલ તુજ ભક્તિ પ્રભાવે, ભવોભવના સંતાપ શમાવે, અમીય ભરેલી તારી મૂરતિનિહાળી, પાપ અંતરના ઘે એ પખાલી. તું પ્રભુ ૬.
[૪૭]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org