________________
શ્રી તેમિનાથ પ્રભુનું ચૈત્યવંદન
શ્રી નેમિનાથ પ્રભુનું ચૈત્યવંદન
અપરાજિતથી આવિયા, કાઠિત વદિ બારસ, શ્રાવણ સુદિ પંચમી જણ્યા, યાદવ અવતંસ, શ્રાવણ સુદિ છટ્ટે સંજમી, આસો અમાવાસ નાણ, સુદિ અષાઢની આઠમે, શિવસુખ લહે રસાલ, અરિષ્ટ નેમિ અણુ પરણિયા એ, રાજીમતીના કંત, જ્ઞાનવિમલ ગુણ એહના, લોકોત્તર વૃત્તાંત. ૧. સ્તવન (૧) રાજીમતી રંગે કહે કાંઈ પ્રીતમજી અવધાર, મુજરો છે માહરો. સુણી આધાર, મોહનગાર, જગે સુખકાર, તુઝ દીદાર. કર મુજ સાર, મુજરો છે માહરો. અણદીઠે શું મોહીયા, કાંઈ તે તો નવલી નાર. પ્રીતિ કરતાં સોહિલી, કાંઈ નિરવહતાં જંજાળ. જિમ વિષ વ્યાલ ખેલાવતાં, કાંઈ વિષમ અગ્નિઝાળ. વિણ પરણ્યે પણ જગે કહે, કાંઈ હું તુમચી નિરધાર. નયણે દેખાડી ને વલ્યા, કાંઈ આવી તોરણ બાર. અવર ન કો તુઝ સારીખો, કાંઈ પુરુષ રયણ સંસાર તેહ ભણિ નિરવાહીએ, કાંઈ સુણ મુજ હીયડા હાર. હાથ મેલાવો નહિ કર્યો, કાંઈ શિર ઉપર કરો હાથ. ધન્ય શિવસુંદરી બહેનડી, કાંઈ જિણે મોહ્યા પ્રાણનાથ જ્ઞાનવિમલ પ્રભુતા ઘણી, કાંઈ જ્યોતિ ઝલામલ તેજ. અચલ અભેદે બિહું મિલ્યાં, કાંઈ હળીમળી હીયડા હેજ.
Jain Education International
For Personal & Private Use Only
ટેક.
મુ. ૧.
મુ.
મુ. ૨.
મુ.
મુ. ૩.
મુ
મુ. ૪.
મુ.
મુ. ૫.
મુ.
મુ. ૬
૪૫
www.jainelibrary.org