________________
શ્રી નમિનાથ પ્રભુનું સ્તવન
સ્તવન (૨). નમીએ શ્રી નમિનાથને જે શિવસુખદાતા, નેહ ધરીને અહનિશે જે ભવભય ત્રાતા, વિજય ભૂપનો બેટડો વપ્રાનો જાયો, નીલકમલ દલ લંછનો, સુરનરપતિ ગાયો. ૧. મન મોહ્યું છે માહરું તુજ મૂરતિ દેખી. સુંદર એહવી કો નહિ તુજ સૂરતિ સરખી. ઉપશમરસનો કુંડ છે નિરુપમ તુજ નયણાં, જગજનને હિતકારીઆ, જેહનાં છે વયણાં. ૨. વદન પ્રસન્નતા અતિ ઘણી નિર્મળતા રાજે, નિત્ય વિરોધી જીવનાં વયરાદિક ભાજે, શાસ્ત્રાદિક જેહને નહિ નહિ કામવિકાર, વાહન પ્રમુખ ન જેહને નહિ દોષ અઢાર. ૩. પદ્માસન બેઠા થકાં ભવિયણ પડિબોહે,
અનુપમ ગુણ કોઈ એહવો સવિ જગજન મોહે, વિતરાગ ભાવે મિલ્યા રુધિરાદિક અંગે, દૂધધાર પરે ઉજલા નિર્મોહ પ્રસંગે. ૪. સુરભિ ગંધ સવિ અંગના અવયવ મલ જેનાં, કમળતણા પરિમલ પરે શ્વાસાદિક તેહનાં. લોકોત્તર ગુણથી લહ્યો લોકોત્તર દેવ, જ્ઞાનવિમલ ગુણનો ધણી જે તમને સેવ. પ.
થોચ
શ્રી નમિનાથ નિરંજન દેવા, કીજે તેહની સેવાજી, એહ સમાન અવર નહીં દીસે, જિમ મીઠા બહુ મેવાજી, અહનિશ આતમ માંહી વસિયા, જિમ ગજને મન રેવાજી, આદર ધરીને પ્રભુ તુમ આણા, શિર ધારું નિત્ય સેવાઇ. ૧.
[૪૪]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org