________________
શ્રી નમિનાથ પ્રભુનું ચૈત્યવંદના પર શ્રી નેમિનાથ પ્રભુનું ચૈત્યવંદન -
આસો સુદિ પૂનમ દિને, પ્રાણતથી આયા, શ્રાવણ વદિ આઠમ દિને, નમિ જિનવર જાયા, વદિ નવમી અષાઢની, થયા તિહાં અણગાર, મૃગશિર સુદિ અગ્યારસે, વર કેવલધાર, વદિ દશમી વૈશાખની એ, અખય અનંતા સુખ, નય કહે શ્રી જિન નામથી, નાસે દોહગ દુઃખ. ૧.
સ્તવન (૧). જંબુ અપરવિદેહમાં, ભરત વિજયામાંહિ જાણો રે, સિદ્ધારથ નામે અછે, નયરી કોસંબીનો રાણો રે.
નમો રે નમો નમિનાથને. રાજ્ય તજી સંયમ લીએ, સાધુ સુદર્શન પાસે, રે, જિનપદ બાંધિ સુર થયા, અપરાજિત માંહિ વાસરે. નમો રે. ૨. તિહાંથી ચવીને ભારતમાં, મિથિલાપુરીનો નાથ રે વિજય નૃપતિ વપ્રાપ્રિયા, સુત થયા શ્રી નમિનાથ રે. નમો રે. ૩. લંછન નીલ કમલ તણું વાને કંચન દીપે રે. ગર્ભ તણા અનુભાવથી, રાણી દુસમનિ જીપે રે. નમો રે. ૪. જિનવર એકવીસમો, દુસમનિની કરી દૂરી રે, જ્ઞાનવિમલ કહે દાસની, આસ સકલ એહ પૂરો રે. નમો રે. પ.
૪૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org