________________
ચૈત્યવંદન
શ્રી મુનિસુવ્રત સ્વામીનું ચૈત્યવંદન અપરાજિતથી આવિયા, શ્રાવણ સુદિ પૂનમ, આઠમ જેઠ અંધારડી, થયો સુવ્રત જનમ, ફાગણ સુદિ બારસે વ્રત, વદિ બારસે જ્ઞાન ફાગણની તિમ જેઠ નવમી, કૃષ્ણે નિર્વાણ. વર્ણ શ્યામ ગુણ ઉજ્જવલા, તિહુયણ કરે પ્રકાશ. જ્ઞાનવિમલ જિનરાજના, સુરનર નાયક દાસ. ૧. સ્તવન (૧) શ્રી જિનના ગુણ ગાઉં રે, પ્રભુજી જયકારી, ચરણ કમલને પાઉં રે, જાઉં બલિહારી. શ્રી મુનિસુવ્રત જિનવર સુખકર, જગબંધવ જગવાહલા, સુકૃતલતા નવપલ્લવ કરવા, તુજ આણા ધનમાલા રે. પ્રભુજી. ૧. ઉપકારી શિર શેષ છે તુંહી, ગુણનો પાર ન લહીએ, લોકોત્તર ગુણ લૌકિક નરથી, કુણ અતિશયથી કહીએ. પ્રભુજી. ૨. સમકિત સુખડલી લઘુ શિશુને, આપીને પ્રીતિ કરાવી,
કેવલ રયણ દિયા વિણ સાહિબ, કિમ સરશે કહો સમજાવી રે. પ્રભુજી. ૩. કચ્છપ લંછન વાને અંજનપણે, પાપ પંક વિ ટાળે, અચિરજ એહ અદ્ભૂત જગમાંહી, ધવલ ધ્યાન અજુઆળે રે પ્રભુજી. ૪. વીતરાગપણે લોકતણાં મન, રંજે એ અધિકાઈ,
સુમિત્ર જાત તે યુગતું સહુ, રાખે જે મિત્રાઈ રે. પ્રભુજી. પ. પદ્માનંદનનાં પદવંદન, કરતાં સુરનર કોડી.
કપૂર હીરતણે દેહરાસરે, ભવને ન કો તસ જોડી રે. પ્રભુજી. ૬. જ્ઞાનવિમલ ગુણની પ્રભુતાઈ, અધિક ઉદય દિલ ધારો, દરિસનથી દર્શન કરી નિર્મળ, સફળ કરો જનમવારો રે. પ્રભુજી. ૭. થોય મુનિસુવ્રત સ્વામી, હું નમું શીશ નામી, મુજ અંતરયામી, કામદાતા અકામી, દુઃખ દોહગ વામી, પુણ્યથી સેવ પામી, શમ્યા સર્વદા રામી, રાજ્યતા પૂર્ણ પામી. ૧.
શ્રી મુનિસુવ્રત સ્વામીનું
૪૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org