________________
મલ્લિનાથ પ્રભુનું ચૈત્યવંજ
- શ્રી મલ્લિનાથ પ્રભુનું ચૈત્યવંદન ક
ચવ્યા જયંત વિમાનથી, ફાગણ સુદ ચઉથે. મૃગશિર સુદિ અગ્યારસે, જમ્યા નિર્ચથ, જ્ઞાન લહા કણ દિને, કલ્યાણક તીન, ફાગણ સુદિ બારસે લહે, શિવસદન અદીન, મલ્લિ જિનેસર નીલડાએ, ઓગણીશમા જિનરાજ, અણ પરણ્યા અણભૂપદ, ભવજલ તરણ જહાજ. ૧.
સ્તવન (૧)
પ્રભુ મલ્લિનિણંદ શાંતિ આપજો, કાપજો મારા ભવોદધિના પાપરે.
દયાળુ દેવા, મલ્લિ નિણંદ. ૧. વીતરાગ દેવને વંદુ સદા, બાલબ્રહ્મચારી પ્રભુ જગ વિખ્યાત રે.
દયાળુ દેવા, મલ્લિ નિણંદ. ૨. અકલ અચલ ને અમલ તું, કષાય મોહ નથી જેને લવલેશ રે.
દયાળુ દેવા, મલ્લિ નિણંદ. ૩. સર્પ ડસ્યો છે મને ક્રોધનો, રગે રગે વ્યાખ્યું તેનું વિષ રે.
દયાળુ દેવા, મલ્લિ નિણંદ. ૪. માન પત્થર સ્તંભ સરીખો, તેને કીધો મને જડ વાન રે.
દયાળુ દેવા, મલ્લિ જિણંદ. ૫.
—
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org