________________
૧.
ત્રિી અરનાથ પ્રભુનું ચૈત્યવંદતા અને શ્રી અરનાથ પ્રભુનું ચૈત્યવંદના સરવારથથી આવિયા, ફાગણ સુદિ (બીજે) ત્રીજે, મૃગશિર સુદિ દશમી જણ્યા, અરદેવ નમીજે, મૃગશિર સુદિ એકાદશી, સંજમ આદરિયો, કાતિ ઉજ્જવલ બારસે, કેવલ ગુણ વરીયો, સુદિદશમી મૃગશિર તણીએ,શિવપદલોજિનનાથ સત્તમ ચક્રીને નમું, નય કહે જોડી હાથ. ૧.
સ્તવન અરજિનને આરાધતાં સખી, દુરિત ઉપદ્રવ જાય, આરો ભવજલ રાશિનો સખી, એ દીએ અવિચલ ઠાય. મનમોહન સાહિબ ચિત્ત વસ્યો, એ સખી ચિત્ત વશ્યો. (૨)
સીતાને જિમ રામ. મન. આંકણી સિદ્ધ શિલા સિંહાસને સખી બેઠો અલગો એહ, પણ પેઠો મુજ ચિત્તમાં, સખી વેગળો ન હોય તેહ. મન. ૨. કેશરી વનમાં ગુંજતે સખી, ન કરે કોઈ તસ ભંગ. તિમ મુઝ મનમાં પ્રભુ છતે સખી, નવિ હોઈ કર્મ પ્રસંગ. મન. ૩. તરણિ કિરણના તેજથી સખી, ન રહે ઘોર અંધાર. ગરુડ તણા સંક્રમ જિહાં સખી, તિહાં નહિ ભુજંગ પ્રચાર. મન. ૪. તિમ સાહિબના ધ્યાનથી સખી, નાણે કર્મવિકાર. જ્ઞાનવિમલ પ્રભુતા તણો સખી, એહ છે અક્ષય ભંડાર. મન. ૫.
થોચ અરજિનને જુહારું, કર્મનો કલેશ વારું, અહનિશ સંભારું, તાહરું નામ ધારું, કૃત જય જયકારું, પ્રાપ્ત સંસાર સારું, નવિ હોય તે સારું, આપણો આપ તારું. ૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org