________________
એ કુંથુનાથ પ્રભુનું ચૈત્યવંદન
એ શ્રી કુંથુનાથ પ્રભુનું ચૈત્યવંદન | શ્રાવણ વદિ નવમી દિને, સવ્વટ્ટથી ચવિયા, વદિ ચઉદસ વૈશાખની, જિન કુંથુ જણીયા, વદિ પંચમી વૈશાખની, લીએ સંયમ ભાર, સુદિ ત્રીજે ચેત્ર તણી, લહે કેવલ સાર, પડવાદિને વૈશાખની એ,પામ્યાઅવિચલઠાણ છઠ્ઠા ચક્રી જયકરુ, જ્ઞાનવિમલ સુખખાણ. ૧.
- સ્તવન કુંથુનિણંદ સદા મન વસીયો, તું તો દૂર જઈ પ્રભુ વસીયો, સાહિબા રંગીલા હમારા મોહના શિવસંગી. છઠ્ઠો ચક્રી ષટખંડ સાધે, અત્યંતર જેમ ષટરિપુ બાંધે. સા. ૧. ત્રિપદી ત્રિપથ ગંગાપિકંઠે, નવનિધિ ઋદ્ધિ સિદ્ધિ ઉઠે. સા. કોઈ અજેય રહ્યો નહિ દેશ, તેમ કોઈ ન રહ્યા કર્મનિવેશ. સા. ૨. ધર્મચક્રવર્તિ પદવી પામી, એ પ્રભુ મહારો અંતરજામી, સા. સત્તર ભેદ શું સંયમ પાલી, સત્તર મે જિન મુગતિ સંભાલી. સા. ૩. તેહને ધ્યાને જો નિતુ રહીએ, જો તેહની આણા નિરવહીએ, સા. તો ક્ષાયિક ભાવે ગુણ આવે, સાહિબ સેવક ભેદ ન પાવે. સા. ૪. વારંવાર સુપુરુષને કહેવું, તે તો ભરીયા ઉપર વહેવું, સા. જ્ઞાનવિમલ ભાવે કરી જોવે, તો સેવક મનવંછિત હોવે. સા.પ.
થોય જિનકુંથુ દયાલા, છાગ લંછન સુહાલા, જસ ગુણ શુભ માલા, કંઠે પહેરો વિશાલા, નમત ભવિ ત્રિકાલા, મંડાલ શ્રેણી માલા, ત્રિભુવન તેજાલા, તાહરે તેજમાલા. ૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org