________________
શ્રી શાંતિનાથ પ્રભુનું સ્તવત)
સ્તવન (૨) તારી ભક્તિ કરૂં ભગવાન, છોડું નહિં એક ઘડી, ત્યારે પામીશ પદ વિતરાગ, માનું મારી ધન્ય ઘડી. તમે અમે રમતા સાથે સહી, મારી પ્રીત પુરાણી પાળી નહિં, તમે લીધું મોક્ષ સામ્રાજ્ય. છોડું નહિં. ૧. જીતી કર્મ સેના તમે વીર થયા, મારા આતમ દેવ ફસાઈ ગયા. હવે કેમ કરી લઉં સામ્રાજ્ય. છોડું નહિ. ....૨. મારા ઘરમાં અંધારું છવાઈ ગયું, મારું આતમ ભાન ભૂલાઈ ગયું. મારી લાજ રાખો પ્રભુ આજ, છોડું નહિ. ૩. મેં દાન તો દીધું નહિ, મેં શયલ પણ પાળ્યું નહિ. દુઃખી થઈછે દશા મારી, છોડું નહિ. ૪. આત્મ ધર્મની ભાવના ભૂલાઈ ગઈ, જડ રાગ રગોમાં રાચી રહ્યાં, મારી શી ગતિ થાશે ભગવાન, છોડું નહિં. ......... શાન્તિનાથ પ્રભુ મને શાન્તિ આપો, મારા ભવનાં બંધનો બધાં કાપો. આપો આત્મ ધર્મની જહાજ, છોડું નહિ. ૬. દિનબંધુ દયાળુ દયા કરો, મુજ પાપી અધમનો ઉદ્ધાર કરો,
સ્વામી મારા છો શીરતાજ, છોડું નહિં. ૭. તારા શરણે આવેલાને તારી દીધાં, તેના બગડેલાં કાર્ય સુધારી દીધાં, શાસન સરશે મારાં કાજ, છોડું નહિં. ...૮. સુવર્ણ શાસન સંઘ અખંડમલો, મારા ભવો ભવનાં પાતિક દૂર કરો, જ્ઞાનવિમલ ગુણ ગાય, છોડું નહિ. .૯.
થોચ જિનપતિ જયકારી, પંચમે ચક્રધારી, ત્રિભુવન સુખકારી, સપ્ત ભય ઈતિ વારી, સહસ ચઉસઠ નારી, ચઉદ રત્નાધિકારી. જિન શાંતિ જિતારી, મોહ હસ્તિ મૃગારિ. ૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org