________________
# શાંતિનાથ પ્રભુનું ચૈત્યવંદનો
શ્રી શાંતિનાથ પ્રભુનું ચૈત્યવંદના
ભાદ્રવા વદિ સાતમ દિને, સવઠથી ચવિયા, વદિ તેરશે જેઠે જણ્યા, દુઃખ દોહગ સમીયા, જેઠ ચઉદિસ વદિ દિને, લીએ સંજમ પ્રેમ, કેવલ ઉજ્જવલ પોષની, નવમી દિને પ્રેમ, પંચમ ચક્રી પરવડા એ, સોલમા શ્રી જિનરાજ. જેઠવદિ તેરશે શિવ લહ્યા, નય કહે સારો કાજ. ૧.
સ્તવન (૧) તાર મુજ તાર મુજ તાર જિનરાજ તુ આજ મેં તોહિદેદાર પાયો, સકલ સંપત્તિ મિલ્યો આજ શુભદિન વલ્યો, સુરમણિ આજ અણચિંત આયો. ૧. તાહરી આણ હું શેષ પરે શિર વહું, નિર વહુ ભવ ભવે ચિત્ત શુદ્ધ ભમતાં વિકાનને સુરતરૂની પરે, તું પ્રભુ ઓળખ્યો દેવ બુદ્ધ. ૨. અથિરને સંસારમાં સાર તુજ સેવના, દેવના દેવ તુજ સેવ સારે, શત્રુને મિત્ર સમ ભાવે, બહુ ગણે, ભક્ત વત્સલ સદા બિરૂદ ધારે. ૩. તાહરા ચિત્તમાં દાસ બુદ્ધ સદા, હું વસુ એહવી વાત દૂરે, પણ મુજ ચિત્તમાં તેહિ જો નિત વસે, તો કિશું કીજિયે મોહ ચોરે. ૪. તું કૃપાકુંભ ગતરંભ ભગવંત તું, સકલ ભવિલોકને સિદ્ધિ દાતા, ત્રાણ મુજ પ્રાણ મુજ શરણ આધાર તું, તું સખા માત ને તાત ભ્રાતા. ૫. આતમરામ અભિરામ અભિદાન તુજ, સમરતાં દાસનાં દુરિત જાવે, તુજ વદન ચંદ્રમા નિશદિન પેખતાં, નયન ચકોર સદા આનંદ પાવે. ૬. શ્રી વિશ્વસેન કુલ કમલ દિનકર જિસ્યો મન વસ્યો માત અચિરા મલ્હાયો, શાન્તિ જિનરાજ શિરતાજ દાતારમાં, અભયદાની શિરે જગ સવાયો. ૭. લાજ જિનરાજ અબ દાસની તો શિરે, અવસરે મોહ યુ મોજ પાવે, પંડિત રાય કવિ ધીરવિમલ તણો, શિષ્ય ગુણ જ્ઞાનવિમલાદિ ગાવે. ૮.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org