________________
શ્રી ધર્મત
જ ધર્મતાથ પ્રભુતું ચૈત્યવંદન
જ શ્રી ધર્મનાથ પ્રભુનું ચૈત્યવંદન |
વૈશાખ સુદિ સાતમે, ચવિયા શ્રી ધર્મ, વિજય થકી માહા માસની, સુદિ ત્રીજે જન્મ, તેરસ માંહે ઊજલી, લીએ સંજમ ભાર. પોષી પૂનમે કેવલી, ગુણના ભંડાર. જેઠી પાંચમે ઊજલી એ, શિવપદ પામ્યા જેહ, નય કહે એ જિન પ્રણમતાં, વાધે ધર્મસનેહ. ૧.
સ્તવન (૧) ધર્મ જિનેસર દરિશન પાયો, પ્રબલ પુણ્ય આજ રે, માનુ ભવજલ રાશિ તરવા, મળ્યું જંગી જહાજ રે. ધર્મ. ૧. સુકૃત સુરતરૂ હેજે ફળીયો, દુરિત ટળીયો વેગે રે, ભુવન પાવન સ્વામી મળીયો, ટળીયો સકલ ઉગરે. ધર્મ. ૨. નામ સમરું રાત-દિહો, પવિત્ર જિલ્લા હોય રે, ફરી ફરી મુજ એહ ઈહા, નેહ નયણે જોય રે. ધર્મ. ૩. તું હી માતા તું હી ત્રાતા, તું હી ભ્રાતા સયણ રે, તું હી સુરતરૂં તું હી સદ્ગુરુ, નિસુણો સેવક વયણ રે. ધર્મ. ૪. આપ વિલાસો સુખ અનંતા, રહ્યા દુઃખથી દૂર રે, એણી પેરે કિમ શોભા લેશો, કરો દાસ હજૂર રે. ધર્મ. પ. એમ વિચારી ચરણ સેવા, દાસ ને ઘો દેવ રે, જ્ઞાનવિમલ જિણંદ ધ્યાને, પામે સુખ નિત્યમેવ રે. ધર્મ. ૬.
૩૪ }
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org