________________
શ્રી અનંતનાથ પ્રભુનું સ્તવન
સ્તવન (૨) અનંત નિણંદશું રે કીધો અવિહડ નેહ, ખિણખિણ સાંભળે રે જિમ ચાતક મન મેહ, તે તો સ્વારથી રે આ પરમારથ હોય, અનુભવ લીલમાં રે, લણ્યો ભેદ ન હોય. અનંત. ૧. સહજ સ્વભાવથી રે સહુના છો રે આધાર, કિમ કરી પામીએ રે મોટા દિલતણો પાર, પણ એક આશરો રે પામ્યો છે નિરધાર, સુનજરે જોયતાં રે કીધા બહુ ઉપગાર. અનંત. ૨. જિન ગુણ તાહરા રે લખીઆ કિહિ ન જાય, ભવને ભવાંતરે રે પાઠ પણ ન કહાય, આતમ દર્પણે રે પ્રતિબિંખ્યા સવિ તેહ, ભક્તિ પ્રભાવથી રે અચરિજ મોટું છે એહ. અનંત. ૩. કે કોઈ હાણિ છે રે કે કોઈ બેસે છે દામ, એક ગુણ તાહરો રે દેતાં કહું કિશું સ્વામિ, ખોટ ન તાહરે રે થાશે સેવક કામ, યશ તુમ વાધચ્ચે રે એક ક્રિયા દોઈ કામ. અનંત. ૪. અરજ સુણી કરી રે સુપ્રસન્ન થઈ હવે સ્વામિ, એક ગુણ આપીઓ રે નિર્મલ તત્ત્વ શ્રદ્ધાન, શક્તિ સ્વભાવથી રે નાઠા દુશમન દૂરી, વાંછિત નીપજ્યા રે ઈમ કહે જ્ઞાનવિમલસૂરી. અનંત. પ.
થોય. અનંત જિન નમીજે, કર્મની કોટી છીએ, શિવસુખ ફલ લીજે, સિદ્ધિ લીલા વરજે, બોધિબીજ મોય દીજે, એટલું કામ કીજે, મુજ મન અતિ રીઝે, સ્વામિનું કાર્ય સીઝે.
૩૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org