________________
શ્રી શીતલનાથ પ્રભુનું સ્તવનો
સ્તવન (૨) શીતલ જિનવર સાહિબ સુંદરુ સવિ સુખકારક દેવ દયાલા, પૂરણ પ્રેમ ધરીને જેહની, સાસુરનર સેવ માલા. શીતલ.૧. મોહનગારી મૂરતિ તાહરી, સૂરતિ અતિસુખકાર સોહાવે, જનમન વાંછિત પૂરણી પૂરવા, સુરતરુ સમ અવતાર કહાવે. શીતલ.૨. નયન સુકોમલ અમીયકોલડાં, ઉપશમરસને ઉછાંહિ જિનસેર, સમકિત તરુવર જે તેં સિંચીઓ, પસર્યો મુજ મનમાંહિ વાઘેંસર. શીતલ.૩. દઢરથ નંદન ચંદનની પરે, ટાળે ભવદુઃખ તાપ ભવિનો, દુર્મતિ દોહગ દુર્ગતિને હણે, પ્રભુ તુમ નામનો જાપ સલૂણો. શીતલ.૪. શ્રી વત્સ લાંછન કંચન સમ તનુ, નિંદામાત મલ્હાર કહીએ, એક લાખ પૂરવ વરસનું આઉખું, ભક્િલપુર અવતાર ભણીએ. શીતલ.પ. શીતલ પીતલ પર નહીં પ્રીતડી, સોવન પર ખરી સ્વામિ અમારે, ખાઈક દરિસણ કેવલ દયતાં, કહો કિસ્સો બેસે છે દામ તુમારે. શીતલ.૬. સેવક જાણીને પ્રભુ દીજીએ, તુમ પદપંકજ સેવ સદાઈ, ધીરવિમલ કવિ સેવક નય કહે, જિન દરિસર્ણ નિતમેવ ભલાઈ. શીતલ.૭.
થોચ સુણ શીતલદેવા, વાલહી તુજ સેવા, જેમ ગજમન રેવા, તું હિ દેવાધિદેવા, પર આણ વહેવા, શર્મ છે નિત્ય મેવા, સુખ સુગતિ લહેવા, હેતુ દુઃખ ખપવા. ૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org