________________
શી,
શ્રી
તલનાથ
વેદન
- શ્રી શીતલનાથ પ્રભુનું ચૈત્યવંદતી] છે શ્રી શીતલનાથ પ્રભુનું ચૈત્યવંદના
પ્રાણત કલ્પ થકી ચવ્યા, શીતલ જિન દશમા, વદિ વૈશાખની છ જાણ, દાહજવર પ્રશમ્યા, વદિ પોષ ચઉદશ દિને, કેવલી પરસિદ્ધ જ્ઞાનવિમલ જિનરાજથી, સીઝે સઘળા કાજ. ૧.
સ્તવન (૧)
સુગુણ સોભાગી સાહિબા રે, શ્રી શીતલ જિનરાયા. પ્રહ સમે પ્રેમે પેખતાં, સવિ વાંછિત પાયા. ૧. સુર ઘટ સુરમણી સુરગવી, સહેજે કરી આયા, નામ તમારું ધ્યાવતાં રે, મિથ્યાત્વ ગમાયા. ૨. વંદન-પૂજન ગુણ ગુણે, થઈ પાવન કાયા, દઢરથ નૃપ કુલ દિનમણી, નંદા માતા જાયા. ૩. એવી જ સિદ્ધનું બીજ છે, એ સમક્તિ છાયા, તુમ આણા રૂચિએ વર્તવું, નહિં દંભને માયા. ૪. શ્રી વત્સ લંછન સોહીએ, કંચનવાન કાયા, જ્ઞાનવિમલ પ્રભુ ગુણ ઘણાં, ભવિ ભાવે ગાયા. ૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org