________________
શ્રી સુવિધિનાથનું સ્તવન
સ્તવન (૨) પુષ્કર દ્વીપે પૂર્વ વિદેહે રે, પુષ્કલ વિજયા ઋદ્ધિ અછત રે, નયરી પુંડરીકિણી કેરો ભૂપ રે, પવોત્તર નામે અતિ રૂપ રે. ૧. જગનંદન પાસે ગુરૂદીક્ષા રે, લેઈ સાધે બહુવિધ દીક્ષા રે, જનપદ બાંધે થાનક આરાધે રે, આનત કહ્યું સુરસુખ સાંધે રે. ૨. કાકંદી નગરીનો રાય રે, સુગ્રીવ ભૂપતિ રામા માય રે, ઉજ્વલવરણી અનોપમ કાય રે, સુવિધિ થયાથી સુવિધિ કહાય રે. ૩. પુષ્પદંત તસ બીજું નામ રે, લંછન મકર રહ્યો શુભ ઠામ રે, નવમો જિનવર નવનિધિ આપે રે, સમકિત શુદ્ધ સુવાસન સ્થાપે રે. ૪. અશુભ નિયાણાં નવનવિ આવે રે, જો તુમ શાસન મનમાં ધ્યાવે રે, જ્ઞાનવિમલ ગુણ દિનદિન દીપે રે, દુરિત ઉપદ્રવ દુશ્મન જીપે રે. ૫.
થોચ
સુવિધિ જિન ભદંત, નામ વલી પુષ્પદંત, સુમતિ તરુણી કંત, સંતથી જેહ સંત, કિયો કર્મ દુરંત, લરકી લીલા વસંત, ભવજલધિ તરંત, તે નમીજે મહંત. ૧.
[ ૨૪]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org