________________
- શ્રી સુવિધિનાથનું ચૈત્યવંદતા શ્રી સુવિધિનાથનું ચૈત્યવંદન ગોરા સુવિધિ નિણંદ, નામ બીજું પુષ્પદંત, ફાગણ વદિ નોમે ચવ્યા, મહેલી સુર આનત, મૃગશિર વદિ પંચમી જણ્યા, તસ છકે દીક્ષા, કાતિ સુદી ત્રીજે કેવલી, દીએ બહુ પરે શિક્ષા, સુદિ નવમી ભાદ્રવાતણીએ, અજર અમર પદ હોય, ધીરવિમલ સેવક કહે, એ નમતા સુખ હોય. ૧.
સ્તવન (૧) સુવિધિ નિણંદ સોહામણા અરિહંતાજી, સુવિધિતણા ભંડાર ભગવંતાજી. પ્રેમ ધરીને પ્રાહુણા અરિ, મનમંદિર પાઉં ધાર. ભગ. ૧. જ્ઞાનદિપક તે ઝલહલે અરિ, સમક્તિ તોરણમાલ ભગ. ચારિત્ર ચંદ્રોદય ભલો અરિ. ગુણમુક્તા ઝાકઝમાલ. ભગ. ૨. મૈત્રી ભાવ સિંહાસને અરિ. તકિયા પરમુખપક્ષ. ભગ. મુદિતા પરમ બિછાવણા અરિ., ઈત્યાદિક ગુણલક્ષ. ભગ. ૩. ઈહાં આવીને બેસીએ અરિ. તુમ ચરિત્રના ગીત. ભગ. ગાવે મુજ તનુ કામિની અરિ. આણિ અવિહડ પ્રીત. ભગ. ૪. અરજ સુણીને આવીયા અરિ. સાહિબ મનઘર માંહિ. ભગ. જ્ઞાનવિમલ પ્રભુતા ઘણી અરિ. પ્રગટે અધિક ઉચ્છહિ. ભગ. ૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org