________________
ચંદ્રપ્રભ સ્વામીતું ચૈત્યવંદનો
જ શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું ચૈત્યવંદન ક ચંદ્રપ્રભ જિન આઠમા, ચંદ્રપ્રભ સમ દેહ, અવતરીયા વિજયંતથી, વદી પંચમી ચૈત્ર, પોષ વદિ બારસ જનમીયા, તન તેરસે સાધ, ફાગણ વદિની સાતમે, કેવલ નિરાબાધ, ભાદ્રવ સાતમ શિવ લહ્યા એ, પૂરી પૂરણ ધ્યાન, અઠ મહાસિદ્ધિ સંપજે, નય કહે જિન અભિધાન. ૧.
સ્તવના શ્રી ચંદ્રપ્રભ સાહિબારે, ચંદ્રકિરણ સમદેહમનારા માન્યા, નિત્ય ઉદય નિષ્કલંક તું રે, અનોપમ અચરિજ એહ. મન. ૧ આવો આવો હો સુજાણ, કેતાં કીજે હો વખાણ, તું તો ત્રિભુવન ભાસન ભાણ.
મનરા.આંકણી. તુમ સમ ગણના કારણે રે, જે રેખા પ્રથમ સુચંગ. મન. તે આકાશે નીપની રે, ત્રિભુવન પાવન ગંગ, મન. ૨ અવર ન કો તુમ સારીખો રે, છોડયો ખટિકા ખંડ, મન તે કૈલાસ રૂપા સમો રે, મહિયલ માંહે અખંડ, મન. ૩ તારા ગુણ તુમમાં રહ્યા રે, એહ ગુણ નહિ પર પાસ, મન તેણે હેતે કરી જાણીએ રે, ત્રિભુવન તારો દાસ. મન. ૪ દોષાકર તુમ પદ રહ્યો રે, સેવા સારે ખાસ. મન દોષરહિત તન તારું રે, જ્ઞાનવિમલ સુપ્રકાશ. મન. પ
થોય શુભ નરગતિ પામી, ઉદ્યમે ધર્મ પામી, જીન નમો શિર નામી, ચંદ્રપ્રભ નામ સ્વામી, મુજ અંતરજામી, જેહમાં નહિય ખામી.
શિવગતિ વરગામી, સેવના પુણ્ય પામી. ૧. ૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org