________________
ત્રિી સુપાર્શ્વનાથ પ્રભુને ચૈત્યવંદન
અને શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું ચેત્યવંદન છઠ્ઠા સૈવેયકથી ચવી, જિનરાજ સુપાસ, ભાદરવા વદિ આઠમે, અવતરિયા ખાસ, જેઠ શુક્લ બારસે જણ્યા, તસ તેરસે સંજમ, ફાગણ વદી છટે કેવલી, શિવ લહે તસ સત્તમી, સત્તમ જિનવર નામથી એ, સાત ઈતિ શાંત, જ્ઞાનવિમલસૂરિ નિત રહે, તેજ પ્રતાપ મહંત. ૧.
સ્તવન સાહિબ સ્વામિ સુપાર્થસિંદા, સુનજર કરીને નિરખો રે. હિત હિયડે હેજાલુ હરખે, સેવક સુપરે પરખે રે. સા. ૧. એ કાયા જાય પરભવમાં, વાર અનંતી વિલસી રે. તુજ ભક્તિ જોડી નહિ ભાવે, તો થઈ અવકર સરસી રે. સા. ૨. ભક્તિ તણા અનુબંધ પ્રભાવે, જે થઈ ઉજમાળી રે, અક્ષય થયે અવગાહના રૂપે, તેહ જ તુજ ગુણ ભાલી રે. સા. ૩. તેણે હેતે કરી આપ સમાની, એ સંબંધે જાણું રે, એહનો ગુણ બહુ લેખે લાગો, જો તુમ ધ્યાને આણે રે. સા. ૪. જોડયો નેહ ન તોડે કબહી, એહ ઉત્તમની વાતે રે, જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાન પસાથે, કાલ ન જાણ્યો જાતે રે. સા. પ.
થોચ ફલે કામિત આશ, નામથી દુઃખ નાશ, મહિમ મહિમ પ્રકાશ, સાતમા શ્રી સુપાસ, સુરનર જસ દાસ, સંપદાનો નિવાસ, ગાય ભવિ ગુણ રાસ, જેહના ધરી ઉલ્લાસ. ૧.
૨૧]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org