________________
શ્રી પપ્રભ સ્વામીનું સ્તવનો
સ્તવન (૨) પદ્મપ્રભ જિનરાયજી રે લાલ, ગુણ અનંત ભગવાન રે વાધેસર મોરા. અતિશયવંત છે તાહરી રે લાલ, રક્ત કમલ સમ વાનરે. વા. ૫....૧. ગગન માપે કોણ અંગુલે રે લાલ, કોણ તોલે કરે મેર રે, વા. સર્વનદી સિક્તાકણા રે લાલ, કોણ ગ્રહ મૂઠી સમીર રે. વા. ૫....૨. કોણ તારુ બાંધે કરી રે લાલ,ચરમ જલધી લહે તીર રે, વા. સવિ જલઠામના બિંદુઆરે લાલ, તારા ગણિત ગંભીર રે. વા. ૫.૩. એહ અસંખમાંહે રહ્યારેલાલ,પ્રભુતુમ ગુણ છે અનંતરે, વા. સમરથ કેમ ગણવા હોઈ રે લાલ, યદ્યપિ મોહનો અંત રે. વા. ૫...૪. તેજ પ્રતાપે આગલા રે લોલ, ગિરૂઆ ને ગુણવંત રે. વા. શ્રી જ્ઞાનવિમલ ભાવે કરી રે લાલ, તું શિવસુંદરી કંત રે. વા. ૫.૫.
થોચ
પદ્મપ્રભુ સોહાવે, ચિત્તમાં નિત્ય આવે, મુગતિ વધુ મનાવે, રક્ત તનુ કાંતિ ફાવે, દુઃખ નિકટ નાવે, સંતતિ સૌખ્ય પાવે, પ્રભુ ગુણગણ ધ્યાવે, અષ્ટ મહાસિદ્ધિ થાવે. ૧.
—
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org