________________
ત્રિી પદ્મભુ સ્વામીનું ચૈત્યવંદન! એ શ્રી પદ્મપ્રભુ સ્વામીનું ચૈત્યવંદન નવમા રૈવેયકથી ચવ્યા, મહા વદિ છઠ દિવસે, કીર્તિ વદી બારશે જનમ, સુરનર સવિ હરખે, વદી તેરસ સંજમ ગ્રહે, પદ્મપ્રભુ સ્વામી, ચૈત્રી પૂનમ કેવલી, વલી શિવગતિ પામી, મૃગશિર વદી અગ્યારશે એ, રકમલ સમ વાન, નયવિમલ જિનરાજનું, ધરીએ નિર્મલ ધ્યાન. ૧.
સ્તવન (૧) પપ્રભુ જીન સેવના મેં, પામી પૂરવ પુન્ય હો. જન્મ સફલ મારો એ, માનું એ દિન ધન્ય હો.... વિનંતી નિજ સેવક તણી, અવધારો દીનદયાળ હો, સેવક જાણી આપણો હવે, મહેર કરો મયાળ હો..૨ ચૌ ગઈ મહા કાંતારમાં હું, ભમિયો પાર અપાર હો, ચરણ શરણ તુજ આવીયો, પ્રભુ તાર તાર કિરતાર હો.....૩ દુઃષમ આરે જો મિલ્યો તો, ફલ્યો વિંછીત કાજ હો, માનું તરતાં જલનિધિ મેં, પામ્યો સફરી જહાજ હો..........૪ સેવના દેવના દેવની છે, પામી મેં કૃત પુણ્ય હો, જન્મ સફળ હું ગણું એ, ગણું જીવિત ધન્ય ધન્ય હો...૫ ધન્ય દિવસ ધન્ય તે ઘડીએ, ધન્ય વેળા મુજ એહ જો, મન વચન કાયા એ કરીને, જો સેવા કરીએ તુજ જો....૬ મહેર કરી પ્રભુ માહરી એ, પૂરજો વિંછીત આશ જો, જ્ઞાનવિમલ ગુરૂ શિષ્યને, દેજો તુમ ચરણે વાસજો.૭
[૧૯]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org