________________
ત્રિી સુમતિનાથ પ્રભુનું ચૈત્યવંદ!
જ શ્રી સુમતિનાથ પ્રભુનું ચેત્યવંદન કર
શ્રાવણ સુદી બીજે ચવ્યા, મહેલી ને જયંત, પંચમ ગતિ દાયક નમું, પંચમ જિન સુમતિ. સુદી વૈશાખની આઠમે, જમ્યા તિમ સંજમ, સુદી નવમી વૈશાખની, નિરુપમ જસ શમ દમ, ચૈત્ર અગ્યારસ ઊજલી એ, કેવલ પામે દેવ, શિવ પામ્યા તિણે નવમીએ, નય કહે કરો તસ સેવ. ૧.
સ્તવન (૧)
સાહિબા સુમતિ નિણંદા, ટાળો ભવ ભવ મુજ ફંદા, તુજ દરિસણ અતિ આનંદા, તું સમતા રસના કંદા....સાહિબા. ૧. સુમતિ સુમતિ જબ આવે, તવ કુમતિનો દાવ ન ફાવે, તુજ સ્વરૂપ જસ ધ્યાવે, તવ આતમ અનુભવ પાવે...સાહિબા. ૨. તુંહિ જ છે આપ અરૂપી, ધ્યાય કબહુ ભેદે રૂપી, સહેજે વળી સિદ્ધ સ્વરૂપી, ઈમ જોતાં તું બહુ રૂપી.....સાહિબા. ૩. ઈમ અલગ વિલગો હોવે, કિમ મૂઢ મતી તું જોવે, જો અનુભવ રૂપે જુવે, તો મોહ તિમિર ને ખોવે.....સાહિબા. ૪. સુમંગલા દેહની માતા, તું પંચમ ગતિનો દાતા. જ્ઞાન વિમલ પ્રભુ જ્ઞાતા, તું માતા ત્રાતા ભ્રાતા....સાહિબા. ૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org