________________
શ્રી અભિનંદન સ્વામીનું ચૈત્યવંદન
શ્રી અભિનંદન સ્વામીનું ચૈત્યવંદન
જયંત વિમાન થકી ચવ્યા, અભિનંદન રાયા, વૈશાખ સુદી ચોથે, માઘ-સુદી બીજે જાયા, મહા સુદી બારસ ગ્રહિય દિધ્ન, પોષ સુદી ચઉદશ, કેવલ સુદી વૈશાખની, આઠમે શિવસુખરસ, ચઉથા જિનવરને નમીએ, ચઉગતિ ભ્રમણ નિવાર, જ્ઞાનવિમલ ગણપતિ કહે, જિનગુણનો નહીં પાર. સ્તવન (૧)
૧.
અભિનંદન જિનરાજ આણી ભાવ ઘણોરી, પ્રણમું તુમારા પાય સેવક કરિ આપણો રી, ભવભય સાગર તાર સાહેબ સોહામણો રી, સુરતરુ જાસ પ્રસન્ન કેમ હોય તે દુમણો રી. તેહશું ધર્મસ્નેહ સહજ માાવ બન્યો રી, ઉપશમવંત અથાહ તોહી મોહ હણ્યો રી, રતિપતિ દુર્ધર જેહ દુશ્મન તેં ન ગણ્યો રી. સંવર નૃપનો જાત સંવર જેહ ધરે રી, અચરજ શું તેહમાંહે કુલ આચાર કરે રી, કીર્તિકન્યા જાસ ત્રિભુવન માંહે ફરે રી પર વાદિ મતમાન તાસુ તેહ હરે રી. અક્ષય લહે ફલ તેહ જેહશું હેજ વહેરી, દોહગ દુર્ગતિ દુ:ખ દુશ્મન ભીતિ દહે રી, ભવભવ સંચિત પાપ ક્ષણમાં તેહ હરે રી, એમ મહિમા મહિમાંહિ સર્વથી કેમ કહે રી. સાયર ભળીઉં બિંદુ હોવે અક્ષયપણે રી, તેમ વિનંતિ સુપ્રમાણ સાહિબ જેહ સુણે રી, અનુભવ ભવને નિવાસ, આપો હેજ ઘણે રી, જ્ઞાન વિમલ સુપ્રકાશ પ્રભુગુણ રાસ થુણે રી.
Jain Education International
For Personal & Private Use Only
૧.
૨.
૩.
૪.
૫
૧૫
www.jainelibrary.org