________________
શ્રી સંભવનાથ પ્રભુનું સ્તવન
સ્તવન (૨) સંભવ જિનવર ખૂબ બન્યો રે, અવિહડ ધર્મસનેહ, દિન દિન તે વધતો અછે રે, કબ હી ન હોવે છેહ. સૌભાગી જિન મુજ મન તું હિ સહાય, એ તો બીજા નાવેદાય, હું તો લળી લળી લાગું પાય. સૌ. આંકણી. દૂધ માંહે જેમ ધૃત વસ્યું રે, વસ્તુ માંહે સામર્થ્ય, તંતુ માંહે જેમ પટ વસ્યો રે, સૂત્ર માંહે જેમ અર્થ. - સૌ. ૨ કંચન પારસ પાષાણમાં રે, ચંદનમાં જેમ વાસ, પૃથ્વી માંહે જેમ ઔષધી રે, કાર્યો કારણ વાસ. સી. ૩ જેમ સ્યાદ્વાદે નય મિલે રે, જેમ ગુણમાં પર્યાય, અરણીમાં પાવક વસ્યો રે, જેમ લોકે પટકાય.
- સૌ. ૪ તેણી પેરે તું મુજ ચિત્ત વસ્યો રે, સેનામાત મલ્હાર, જો અભેદબુદ્ધિ મલે રે, શ્રી જ્ઞાનવિમલ સુખકાર. સી. પ
થોચ જિન સંભવ વારુ, લંછને અશ્વ ધારુ, ભવજલનિધિ તારુ, કામગદ તીવ્ર દારુ, સુરતરુ પરિવારુ, દૂષમા કાલ મારુ. શિવસુખ કિરતારુ, તેહના ધ્યાન સારુ. ૧.
૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org