________________
ત્રિી સંભવનાથ પ્રભુનું ચૈત્યવંદ)
શ્રી સંભવનાથ પ્રભુનું ચૈત્યવંદન
સપ્તમ શૈવેયક થકી, ચવિયા શ્રી સંભવ ફાગણ સુદી આઠમ દિને, ચઉદસી અભિનવ. ૧ મૃગશિર માસે જન્મીયા, તિણી પૂનમ સંજમ, કાર્તીક વદી પંચમી દિને, લહે કેવલ નિરુપમ. ૨ પંચમી ચૈત્રની ઊજલી એ, શિવ પહોંત્યા જિનરાજ, જ્ઞાનવિમલ પ્રભુ પ્રણમતાં, સીઝે સઘલાં કાજ. ૩
સ્તવન (૧) શ્રી સંભવ જિનવર સાહિબા, વસિયા મુજ ચિત્ત મઝાર, ધર્મસ્નેહી સુપરિશ્ય, જિમ હંસી હિયડે હાર રે. શ્રી. ૧ જન્મ થયે સવિ જગતમાં, જિહો નાઠા દુઃખ દુકાળ, ધાન્યનિકર સવિ નીપના, ગુણે નામ ઠવ્યું સુવિશાલ રે. શ્રી. ૨ તુમ ધ્યાને મુજ હૃદયમાં, થયા સમકિત સૂથ સુગાલ, મિથ્યામત દારિદ્ર ઉપશમ્યો, દુર્બાન થયો વિસરાલ રે. શ્રી. ૩ જી રે ભૂપજિતારિકુલતિલો, સેનાઉરિ રાજમરાલ, હું ઉપકરવા સારીખો, તાહરે ઉપકારનો ઢાળ રે. શ્રી. ૪ જી રે અવરદેવ યાચું નહિ, પામી તુમ ચરણ રસાલે, સરોવર જલ જલધર વિના, નવિ યાચે ચાતક બાલ રે. શ્રી. ૫ જી રે પરમ પુરુષ પરમાતમા, જી હો પુણ્ય સરોવર પાળી, જ્ઞાનવિમલ પ્રભુ નામથી, નિત્ય હોવે મંગલ માલ રે. શ્રી. ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org