________________
શ અજિતનાથ પ્રભુનું સ્તવનો
સ્તવન (૨) અજિત જિન તુમશું પ્રીતિ બંધાણી. તુમશું. અજિતજિન તુમશું પ્રીતિ બંધાણી.
આંકણી. જિતશત્રુ નૃપ નંદન નંદન. ચંદન શીતલ વાણી. અજિત. ૧ માત ઉદર વસતે પ્રભુ તુમચી, અચરિજ એહ કહાણી, સોગઠ પાશે રમતે જીત્યો, પ્રીતમ વિજયારાણી. અજિત. ૨ તેહિ નિરંજન રંજન જગજન, તેહિ અનંતગુણ ખાણી, પરમાનંદ પરમ પદ દાતા, તુજ સમકો નહિ નાણી. અજિત. ૩ ગજલંછન કંચનવન ઓપમ, માનું સોવન પિંગાણી, તુજ વદન પ્રતિબિંબિત શોભિત, વંદત સુર ઈંદ્રાણી. અજિત. ૪ અજિત જિનેશ્વર કેસર ચરચિત, કોમલ કમલ સમ પાણિ, જ્ઞાનવિમલ પ્રભુ ગુણગણ ભણતાં, શિવસુખ રયણની ખાણિ.અજિત. ૫
થોય
અજિત જિનપતિનો, દેહ કંચન જરીનો, ભવિક જન- નગીનો, જેહથી મોહબીનો, હું તુજ પદ લીનો, જેમ જલ માંહે મીનો, નવિ હોય તે દીનો, તાહરે ધ્યાને પીનો. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org