________________
( ચોવીશ જિન સ્વતિ |
ચોવીસ જિન સ્તુતિ ૧. શ્રી બદષભદેવ ભગવાનની સ્તુતિ જેણે કીધી સકલ જનતા નીતિને જાણનારી, ત્યાગી રાજ્યાદિક વિભવને જે થયા મૌનધારી,
તો કીધો સુગમ સબળો મોક્ષનો માર્ગ જેણે, વંદું છું તે ઋષભજિન ને ધર્મ-ધોરી પ્રભુને.
૨. શ્રી અજિતનાથ ભગવાનની સ્તુતિ દેખી મૂર્તિ અજિતજિનની નેત્ર મારાં ઠરે છે, ને હૈયું આ ફરી ફરી પ્રભુ ધ્યાન તારું ધરે છે, આત્મા મારો પ્રભુ તુજ કને આવવા ઉલ્લસે છે, આપો એવું બળ હૃદયમાં માહરી આશ એ છે.
૩. શ્રી સંભવનાથ ભગવાનની સ્તુતિ જે શાન્તિનાં સુખ-સદનમાં મુક્તિમાં નિત્ય રાજે, જેની વાણી ભવિકજનનાં ચિત્તમાં નિત્ય ગાજે, દેવેન્દ્રોની પ્રણયભરની ભક્તિ જેને જ છાજે, વંદુ તે સંભવજિન તણા પાદપધો હું આજે.
૪. શ્રી અભિનંદન સ્વામીની સ્તુતિ ચોથા આરારૂપ નભવિષે દીપતા સૂર્ય જેવા, ઘાતી કરૂપ મૃગ વિષે કેસરી સિંહ જેવા, સાચે ભાવે ભવિકજનને આપતા મોક્ષ મેવા, ચોથા સ્વામી ચરણ યુગલે હું ચાહું નિત્ય રહેવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org