________________
જીવન ઝરમર
૧૭૮૨માં કર્યું. ત્યાં આસો વદમાં ૮૯ વર્ષની ઉંમરે તેઓ સ્વર્ગવાસી થયા. તેમની સ્મૃતિમાં તેમનાં પગલાં યુક્ત દેરી ખંભાત પાસે શક્કરપરામાં કરાવેલ છે. જે આજે વિદ્યમાન છે.
તેઓશ્રીએ ઘણા ગ્રંથો રચ્યા છે. ૧. નરભવ દૃષ્ટાંતમાળા ૨. પાક્ષિકવિધિ પ્રકરણ ૩. સાધુવંદન રાસ તથા ૪. ઉપાસક દશાંગ ટબાર્થ વગેરે ૧૩ ગ્રંથો નયવિમલગણીની અવસ્થામાં રચ્યા છે. તથા ૭૫00
શ્લોક પ્રમાણ પ્રશ્ન વ્યાકરણવૃત્તિ, તથા સંસારદાવાવૃત્તિ વગેરે ગ્રંથો આચાર્યપણામાં બનાવ્યાં છે. તે સિવાય અનેક સ્તવનો, સક્ઝાયો, થોયો વિગેરે બનાવ્યાં છે. આ પ્રમાણે ગુજરાતી પદ્ય સાહિત્યમાં તેમણે મોટો ફાળો આપ્યો છે. તેમનું વિશેષ ચરિત્ર જાણવા ઈચ્છનારે વીજાપુરનો ઈતિહાસ તથા પં. મુક્તિવિમલગણિ સંગ્રહિત પ્રાચીન સ્તવન સંગ્રહ
જોવા.
| (દેવવંદનમાલામાંથી)
[
૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org