________________
ચોવીશ જિત સ્તુતિ
૫. શ્રી સુમતિનાથ ભગવાનની સ્તુતિ આ સંસારે ભ્રમણ કરતાં શાન્તિ માટે જિનેન્દ્ર, દેવો સેવ્યાં કુમતિ વશથી મેં બહુયે મુનીન્દ્ર, તો એ નાવ્યો ભવભ્રમણથી છૂટકારો લગારે, શાન્તિ દાતા સુમતિજિનજી દેવ છે તું જ મારે.
૬. શ્રી પદ્મપ્રભસ્વામીની સ્તુતિ
સોના કેરી સુર વિરચિતા પદ્મની પંક્તિ સારી, પદ્મો જેવા પ્રભુચરણના સંગથી દીપ્તિ ધારી, દેખી ભવ્યો અતિ ઊલટથી હર્ષના આંસુ લાવે, તે શ્રી પદ્મ-પ્રભ ચરણમાં હું નમું પૂર્ણ ભાવે.
૭. શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ આખી પૃથ્વી સુખમય બની આપના જન્મકાળે, ભવ્યો પૂજે ભયરહિત થઈ આપને પૂર્ણ વ્હાલે, પામે મુક્તિ ભવભય થકી જે સ્મરે નિત્યમેવ, નિત્ય વંદુ તુમ ચરણમાં શ્રી સુપાર્શ્વષ્ટ દેવ.
૮. શ્રી ચંદ્રપ્રભસ્વામીની સ્તુતિ જેવી રીતે શિશિકરણથી ચંદ્રકાન્ત દ્રવે છે. તેવી રીતે કઠિણ હૃદયે હર્ષનો ધોધ વહે છે. દેખી મૂર્તિ અમૃત ઝરતી મુક્તિદાતા તમારી, પ્રીતે ચંદ્રપ્રભ જિન મને આપજો સેવ સારી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org