________________
i
- શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવત] પાર્શ્વનાથ તો વામાદેવીના નંદ રે. પાર્શ્વનાથ તો અશ્વસેન કુલ ચંદ રે. .... હાલો હાલો. ૫. પાર્શ્વનાથ ને સેવે ચોસઠ ઈન્દ્ર રે. પાર્શ્વનાથ પૂજે પરમાનંદ રે. ... હાલો હાલો... ૬. પાર્શ્વનાથ તો સમતા ગુણથી ભરિયારે. પાર્શ્વનાથ તો ભવસમુદ્રથી તરિયા રે... હાલો હાલો... ૭. પાર્શ્વનાથ ની સિદ્ધ અવસ્થા સોહે રે. પાર્શ્વનાથ ની મૂર્તિ દેખી મન મોહે રે..... હાલો હાલો.. ૮. પાર્શ્વનાથ ને પુરિષાદાની કહિયે રે. પાર્શ્વનાથ ને સેવ્યાથી સુખ લહિયે રે..... હાલો હાલો.. ૯. પાર્શ્વનાથને નામે નવનિધી થાય રે. પાર્શ્વનાથના પવવિજય ગુણ ગાય રે..... હાલો હાલો. ૧૦.
સ્તવન (3) આંગી અજબ બની છે જોર (૨) આવો દર્શન જઈએ (૨) અજબ અજબ મુજ મનને વલ્લભ, દુર્લભ દુર્લભ જનને. રૂપ નિહાળી અનુભવ ઉઠે, મીઠી લાગે મનને. .. આવો... ૧. શુદ્ધ પવિત્ર પણે પૂજીજે, કેશર ચંદન ઘોળી, પુષ્પ સુગંધી ચઢાવો પ્રભુને, સહુ મળી સરખી ટોળી. .... આવો... ૨. પૂજી કરજોડી પ્રભુ આગળ, ભાવના ભાવે ગાવે, સરસ સુકંઠ પ્રભુ પાસ જિનેસર, મન ઉત્કંઠે ધ્યાવે. . આવો. ૩. તુ અકલંક સ્વરૂપ અરૂપી, ગતરાગી નિરાગી, સંસારી જે જે દુઃખ પાવે, તે તુજ નહીં વડભાગી. ... આવો. ૪. સુરતમાંહી સુરજ મંડન, ઉપર શ્રી જનધર્મ, જીન ઉત્તમ શિષ્ય પદ્મવિજયને, દ્યો શાશ્વત શીવશર્મ. ... આવો... પ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org