________________
પ્રશસ્ત કાર્યમાં અનેક હાથ રળિયામણું બન્યા છે. અતિરુણ પૂ. શ્રી ત્રિપુટી મહારાજની સહાનુભૂતિ, સંગીતકારશ્રી ભુરાભાઈ ની આત્મીયતા, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયના માલિક શ્રી. શંભુભાઈ અને શ્રી. ગોવિંદભાઈની પોતાનું કામ અટકાવીને આ પુસ્તિકાનું મુદ્રણ કરી આપવાની તમન્ના, પંડિતવર્ય શ્રી દલસુખભાઈનાં સલાહ-સૂચન અને પંડિતવર્ય શ્રી રતિલાલ દેસાઈનાં સદાનાં ખંત ને કાળજી અમને પ્રેરક બન્યાં છે.
ચિત્રકાર શ્રી રજનિભાઈ વ્યાસે પણ પુસ્તકના શણગારમાં ઉત્સાહભર્યો સહકાર આપે છે. ફીનીક્ષ પ્રિન્ટીંગ વકર્સે પણ અમારી ભીડ ભાંગી છે. શ્રી વીરવિજયજી મહારાજ કહે છે, તે મનમેળે આ કાર્યમાં અમે અનુભવ્યો છે.
આ પૂજાનું યથાયોગ્ય પ્રકાશન કરીએ, ને એ દ્વારા જીવનને પૂજા જેવું નિર્મળ ને સંગીતમય બનાવીએ, એ જ અભ્યર્થના! છેલ્લે પરમ પ્રભુ પાસે એક જ પ્રાર્થના છે, કે“દાયક નામ ધરાવો તો સુખ આપે રે,
સુરત ની આગેરે શી બહુ માગણ? શ્રી. “શુભવીર’ પ્રભુજી મેધે કાળે રે,
‘દીયંતા દાને રે શાબાશી ઘણું.” આશા છે કે અમારા ટ્રસ્ટના અન્ય ગ્રંથની જેમ આ ગ્રંથામૃતનું પણ ચાતકજનો ઉલ્લાસપૂર્વક પાન કરશે.
લાલભાઈ મ. શાહ
વ્યવસ્થાપક શ્રી જીવન-મણિ સદ્વાચનમાળા ટ્રસ્ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org