________________
કેવી સટ વાત કરે છે ! એ બ્રહ્મવતને સર્વ વ્રતોમાં દીપક સમાન વ્રત કહે છેઃ અને સ્વદારાસંતોષી પુરુષને એ બ્રહ્મચારી ગૃહસ્થ કહે છે. આ વ્રતને મહિમા ગાતાં કવિ કહે છે? “સર્વ થકી જે બ્રહ્મવ્રત પાળે,
નાવે દાન હેમ કટી.
એ વ્રત જગમાં દીવે, મેરે પ્યારે !” સમાજમાં સુચારિત્ર્ય પાસે કરડે સુવર્ણદ્રગ્સના દાનની કંઈ પ્રતિષ્ઠા નથી, પહેલું સુચારિત્ર્ય ને પછી સુવર્ણ દાન એ વાત કવિ ભારપૂર્વક નેધે છે !
અનર્થદંડ, જે આજના યુગનું વ્યાપક લક્ષણ થઈ પડયું છે, એ તરફ કવિ લક્ષ દેરતાં કહે છે: “ઉપદેશ મેં પાપને દાખીએ, કૂડી વાતે થયો હું સાખિયે જી રે !”
બીજા વતની ત્રીજી પૂજામાં કવિ કહે છે: “માંસાહારી કરતાં મૃષાવાદી ભૂડ ને નીચ !” સત્યની આ પ્રતિષ્ઠા માટે તેઓ દૃષ્ટાંત આપતાં કહે છે :
એક ચંડાળ સ્ત્રી, અને તે પણ માંસાહારી એ પિતાને બેસવાનું સ્થાન જળ છાંટીને શુદ્ધ કરતી હોય છે.
એ વેળા ભાનુ નામને પંડિત આ ચખલિયાડા માટે એ પરમાટી ખાનારી ચાંડાલિકાને પ્રશ્ન કરે છે: “શું કરે છે તું!
ચાંડાલિકા કહે છે: “હું જૂઠા માણસના પગ અહીં પડ્યા હેય ને આ જગ્યા અશુદ્ધ થઈ હોય તે જળ છાંટી શુદ્ધ કરું છું.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org