________________
૨૫
૯. સળંગ વર્ષીતપમાં ૧૦૮ ઉપવાસ
મલાડના મૃદુલાબહેનના લગ્ન બાદ થોડા જ સમયમાં તેમના પતિને લક્વો થઈ ગયો. આવક બંધ થતા પોતે ખાખરામઠીયા કરી પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યા અને પતિની સેવા કરવા લાગ્યા. લગભગ ૨૫ વર્ષ પતિની ખડેપગે સેવા કરી છતાં તેમના પતિ મૃત્યુ પામ્યા. આથી તેમનું મન ધર્મ તરફ વળ્યું. વ્રત-પચ્ચખાણ કરવા લાગ્યા. ૨૫ જેટલા સળંગ વર્ષીતપ થયા. જેમાં અલગ અલગ વર્ષીતપમાં તેમણે ૮-૧૧૧૫-૧૬-૨૧-૪૧-૬૮-૭૨ સળંગ ઉપવાસ કર્યા. ઈ. સ. ૨૦૦૯માં ૧૦૮ ઉપવાસ કર્યા તે પણ મૌન સાથે બધી ક્રિયા પણ કરતાં. નવ નવ્વાણું કરી. ૧૭ વાર ચૌ. છઠ કરી સાત જાત્રા કરી. અનુમોદના કરતાં આપણે પણ વર્ષીતપાદિ આરાધનાના ભાવ કરીએ. આજે પણ સળંગ વર્ષો સુધી વર્ષીતપ કરનારા કેટલાય ભાગ્યશાળીઓ આપણી વચ્ચે છે જ .....
• ૧૦. આદિશ્વર અલબેલો રે
ખંભાતમાં રહેતા અલ્પેશભાઈ ધંધાના કામ માટે અવાર-નવાર દિલ્હી જતાં હતાં. એકવાર દિલ્હી ગયા હતાં ત્યારે ત્યાંથી જયપુર જવા માટે રાત્રે બાર વાગ્યે નિકળ્યા ત્યારે તેમને બસ મળી નહીં, તેથી તે ટેક્સીમાં બેઠા. ટેકસી થોડે દૂર ગઈ પછી તેમાં બીજી બે વ્યક્તિ બેઠી. ત્યાંથી લગભગ ૨૦૨૫ કી.મી. દૂર ગયા પછી ડ્રાયવરની બાજુની સીટ વાળી વ્યકિત એ અલ્પેશભાઈને પિસ્તોલ બતાવી અને કહ્યું, “ તમે કિડનેપ થઈ ગયા છો. જરા પણ અવાજ કરતાં નહિ.'' અને અલ્પેશભાઈ ની બાજુમાં બેઠેલી વ્યક્તિએ તેમના હાથ પકડી લીધા અને ઘરમાં ધર્મની ચોપડી પર ચોક્ડી ક્યારેય ન મૂક્તા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org