________________
કાકા (૨૬) કહ્યું, “જરા પણ અવાજ કરશો તો તમને મારી નાખીશું.”
અલ્પેશભાઈ એ આદીશ્વરદાદાના જાપ ચાલુ કરી દીધા. અને મનમાં વિચારવા લાગ્યા, હે આદીશ્વરદાદા હું વર્ષોથી તમારી પાસે આવું છું. જો કયારેક પણ મેં ભાવથી તમને પૂજયા હોય, તમારી સેવા-પૂજા કરી હોય તો આપ મને બચાવશો. જાપ કરતાં કરતાં અચાનક ત્યાં પોલીસ ની એક ગાડી આવી, પોલીસવાળાએ ડ્રાયવરને કાચ ખોલવાનું કહ્યું છતાં તેણે કાચ ખોલ્યો નહિ. અને ગાડી સ્પીડમાં ચલાવી. પોલીસે તેનો પીછો કર્યો અને આગળ બધા સ્ટોપ ઉપર નાકાબંધી કરાવી લીધી અને અંતમાં બધા કિડનેપર પકડાઈ ગયા અને દાદાના જાપથી અલ્પેશભાઈ બચી ગયાં.
જીવનમાં ક્યારે પણ આપત્તિ આવે ત્યારે તેને વધાવી લેજો અને દાદાના નામનું સ્મરણ કરજો. દાદા જરૂરથી તમને કોઈપણ રસ્તો બતાવશે. શ્રધ્ધા રાખજો. “દુઃખને વધાવી લેવું એ સમકિતીનું લક્ષણ છે.”
ન ૧૧. આયંબિલનો પ્રભાવ નડીયાદનો જીગ્નેશ. ઉંમર ૨૮ વર્ષ. ૨૦૦૪માં તેણે વર્ધમાન તપનો પાયો નાખેલ. મુંબઈથી તેના કાકાનો દિકરો અભય આવેલ. છેલ્લી બારીના છેલ્લા ઉપવાસે એટલેકે પાયાના છેલ્લા દિવસે રાત્રે ૧૦ વાગ્યાની લોકશક્તિ એક્સપ્રેસમાં તેને મુકવા માટે સ્ટેશન ગયેલ. ટ્રેન આવી. તેમાં ચઢવા જતાં જીગ્નેશ ટ્રેન નીચે પડી ગયેલ. ટ્રેન ચાલુ હતી. બાકીના ડબ્બા તેના ઉપરથી પસાર થઈ ગયા. પરંતુ તેને કોઈ ગંભીર ઈજા ન થઈ. માત્ર તેના પગની પાની કપાઈ ગઈ. ( ચોપડી છો પડી એમ નહિ ચોપડી બદલે ખોપડી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org