________________
(૪૩)
૩૮. નાસ્તિક્યાંથી આસ્તિક મલાડના દીપીકાબેન લખે છે કે હું તો ખાલી નવકારશી જ કરતી, એની જગ્યાએ જૈન આદર્શ પ્રસગો પુસ્તક વાંચ્યા બાદ પ્રેરણા મળવાથી પ્રતિક્રમણ ને ચૌવિહાર કરતી થઈ. આટલું કરતી થઈ તો મમ્મી ને નવાઈ લાગી કે આની પાછળનું કારણ શું? પણ જ્યારે એને ખબર પડી કે આ બુક વાંચવાથી એના ભાવ જાગ્યા, ત્યારે તો એ એટલી ખુશ થઈ કે એને આની ૧૫-૨૦ બુક લઈને જે સાવ નાસ્તીક જ હોય એ લોકોને આ બુક આપી. એ લોકો પણ વાંચ્યા બાદ મમ્મી પાસે નવકાર શીખવા આવવા લાગ્યા. કોઈ કોઈ તો પૂજા દર્શન પણ કરવા લાગ્યા. પાઠશાળા પણ ચાલુ કરવા લાગ્યા. એ લોકો તો મમ્મીને ધન્યવાદ આપવા લાગ્યા. કહેવા લાગ્યા કે અમને પણ આવો ધર્મ મળ્યો હોત તો કેવું સારું. એમ આ બુક ગોતવા માટે મુશ્કેલી પડી પણ આખરે મળી ગઈ અને બધા ભાગ વાંચ્યા અને વાંચ્યા પછી પણ વારંવાર વાંચુ છું. ક્યારેક ક્યારેક તો મનમાં એવું વિચારું કે જે ભગવાને ૨૪ કલાક આપ્યા છે એની જગ્યાએ ૨૫ કલાક આપ્યા હોત તો એક કલાક વધારે વાંચવા મળત.
૩૯. પુસ્તક્થી પરિવર્તન નવસારીના કાર્તિકીબેન લખે છે કે મારાથી બિયાસણું પણ માંડ માંડ થાય છે. હું આખા વર્ષમાં ફક્ત પર્યુષણના આઠ બિયાસણા કરું. બસ જીવનમાં મોટો ફેરફાર આ બુક દ્વારા આવ્યો. પહેલીવાર પર્યુષણમાં એકાસણા કર્યા. ચોમાસું શરૂ થતાં પર્યુષણ સુધીના બધા જ (અંતરાય સિવાય) પ્રતિક્રમણ કર્યા. આઈસ્કીમ મને બહુ જ ભાવે છે. જોઈને પાણી જ આવી જાય. તેની આજીવન બાધા લીધી. પાઉભાજી તો પાઉં વગર કેવી રીતે નવકારનો જપ, આયંબિલનો તપ, બ્રહ્મચર્યનો ખપ, દૂર કરે બધી લપ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org