SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭) અટ્ટમના પારણે અઠ્ઠમતપનો જાપ-ધ્યાન સાથે વિધિપૂર્વક શુભ પ્રારંભ કર્યો. હાલમાં તેમણે ૧૫૦૦ અઠ્ઠમતપ પૂર્ણ કર્યા છે. છેલ્લા કેટલાય અટ્ટમના પારણે આયંબિલ કરી રહ્યા છે. એની ઉપર પાછો અક્રમ. હાલમાં પણ પોતાનું સંપૂર્ણ જીવન આ રીતે તીર્થભક્તિમાં સમર્પણ કરવાની ભાવનાથી તેમની અટ્ટમની આરાધના ચાલુ જ છે. ધન્ય છે તેમની તીર્થભક્તિને!! ૩૦. સંયમ રંગ લાગ્યો કાંદિવલી, દહાણુકરવાડીમાં રોષકાળમાં રોકાયા હતા ત્યારે એક ભાગ્યશાળી સાંજે વિનંતી કરવા આવ્યા. “ગુરૂદેવ ! મારા ઘરે એક જણ સીરીયસ છે. આપ માંગલિક સંભળાવવા પધારો તો સારુ! હું સાથે ગયો. ઘરમાં પ્રવેશ બાદ એક રૂમમાં લઈ ગયા. ૧૬ વર્ષનો છોકરો પલંગમાં સૂતો હતો. ગળાથી નીચેના ભાગમાં પગ સુધી ઓઢેલું હતું. મોટું તથા માથું આખું કાળું પડી ગયેલું. દીકરાના પપ્પાએ વાત કરી કે મારા દીકરાને બ્લડ કેન્સર થર્ડ સ્ટેજનું છે. એના મામા ૨૦૦૦ કરોડની પાર્ટી છે. છેક અમેરિકામાં ચેક કરાવા લઈ ગયા. ખૂબ પ્રયત્નો કર્યા પણ ડૉક્ટરનું કહેવું હતું કે હવે બચે એવા કોઈ ચાન્સ નથી. ભારત પાછો પહોંચે તોય નસીબ. ઘરે પાછા લાવ્યા છીએ. ૨૦૦૦ કરોડ પણ જીવ બચાવી શકે તેમ નથી. એની માસી ડૉક્ટર છે. સતત ધ્યાન રાખે છે. પરંતુ હવે કેટલો સમય બચે તે ગેરંટી નથી. આપ માંગલિક સંભળાવો. અડધો કલાક માંગલિક-નવકાર સંભળાવ્યા. મારી નજર ઉપરના માળિયા પર પડી. માળિયાના હેન્ડલ પર એક રજોહરણ લટકાવેલું હતું. મેં તે અંગે પૂછ્યું એટલે મને કહે કે મારો દીકરો ભાનમાં હતો ત્યારે કહેતો હતો કે જો હું સાજો થઈશ તો દીક્ષા લઈશ. મને દીક્ષા ખૂબ ગમે છે. ૧૬ વર્ષની ઉંમરે આવો ઉત્તમ ( પેટ અને પેટી (ધન) થોડા ઉણા રાખો નહિ તો અપચો થશે. ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005433
Book TitleJain Adarsh Prasango Part 09
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2013
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy