________________
– (૩૬) ––– અધ્યાત્મની વાંચવા મળી, ખૂબ રસ પડ્યો! બીજી પણ એવી ચોપડીઓ વાંચતા ખૂબ આનંદ આવવા માંડ્યો. ભારતમાં આવે ત્યારે ગુરૂભગવંતો પાસે જાય, બેસે, જિજ્ઞાસાના સમાધાન મેળવે અને આનંદિત થાય. પૂ.આ.શ્રી યશોવિજયસૂરીજી જોડે પરિચય વધ્યો. અન્ય ગુરૂઓમાં પૂ.પં.શ્રી યશોવિજયજી સાથે પણ પરિચય વધ્યો. મનમાં થયું કે અમેરિકામાં ગુરૂભગવંતો નથી મળતાં. નિર્ણય કર્યો કે મારે ભારતમાં જ રહેવા જવું છે! છેલ્લાં ૫ માસથી ભારતમાં આવી ગયો છે. ભલે પગાર ઓછો મળશે તે ચાલશે પરંતુ સત્સંગ અને માતા-પિતાની સેવા માટે ભારતમાં જ આખી જિંદગી રહેવાનો નિર્ણય કર્યો છે.
ધર્મરહિત અમેરિકાવાસી જૈને માત્ર જાણવા ખાતર ધર્મનું જ્ઞાન મેળવવાનું શરૂ કર્યું, તો ધર્મની તાતી જરૂરિયાત સમજાઈ ગઈ અને વધુ જ્ઞાન મેળવવા, ભારતમાં રહેવાનું, ઓછી કમાણીમાં પણ સંતોષપૂર્વક રહેવાનું નક્કી કર્યું છે ! એવા પણ જિજ્ઞાસુઓ છે કે જેઓ વર્ષમાં અમુક મહિના ભારતમાં ભણવા માટે આવે છે ! હે જૈનો ! તમારે પણ તમારી ભવોભવની શાંતિ આદિ મેળવી આપનાર ધર્મનું તત્ત્વ રોજ ૧-૨ કલાક જ્ઞાની સાધુઓ પાસેથી તથા પુસ્તકોમાંથી મેળવવાનું આજે જ શરૂ કરી દેવું જોઈએ. આવા બીજા પણ ભાગ્યશાળીઓ અમને મળ્યા છે. ધન્યવાદ છે તેમની તત્ત્વજિજ્ઞાસાને !!
- ૨૯. તીર્થરક્ષા માટે અઠ્ઠમ તપ ૨૦ તારક તીર્થકરોની નિર્વાણભૂમિ શ્રી સમેતશિખરજી તીર્થની રક્ષાની પાવન ભાવનાથી થોડા વર્ષ પૂર્વ અમદાવાદના બ્રહ્મચર્યવ્રતધારી સુશ્રાવિકા અ.સૌ. દર્શનાબેન નયનકુમાર શાહે એિકવાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર રોગી, ચાર વાર ભિખારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org