________________
(૧૬) દિવસીય શિબિરમાં ગોધાવી તીર્થમાં ગયો હતો. બપોરે ઉપકરણ વંદનાવલીનો કાર્યક્રમ ગોઠવાયો હતો. સવારથી એની ઈચ્છા હતી કે ગમે તેવો કપરો નિયમ આવે પણ મારે જ્ઞાનની પોથી તો લેવી જ છે. તેથી તીર્થમાં મહાવીર સ્વામી દાદાની પ્રતિમા પાસે ઉભા ઉભા પ્રાર્થના કરી કે “દાદા ! ગમે તે થાય પણ મને તમારા શાસનનું મૂલ્યવાન ઘરેણું સમાન પોથી મળો.” નિયમમાં ગાથાનો નિયમનો ચડાવો આવ્યો અને ૨ વર્ષમાં ૨૩૦૦ નવી ગાથાનો નિયમ લીધો. એ જ દિવસે સાંજે શ્રી કુમારપાળ મહારાજાની આરતીનું આયોજન કરવામાં આવ્યું. નિયમ હતો રાત્રિભોજન ત્યાગ. એક શરૂઆત થઈ ૮ માસના નિયમથી.અમીતે ર વર્ષ કહ્યું. ત્યારે એક શિબિરાર્થીએ ૧૦ વર્ષનો કુદકો બાજી ફેરવી નાખી. અમીત વિચારમાં પડી ગયો. અઢાર દેશમાં અમારી પ્રવર્તન કરાવનાર અને પ્રભુના પરમભક્ત એવા કુમારપાલ રાજા બનવાનો લાભ એમ થોડો જવા દેવાય. છેવટે અમીતે હિંમતથી આજીવન તિવિહાર કહી ચડાવો લઈ આરતી ઉતારી પણ ... પછી અમીતને યાદ આવ્યું કે ઘરે તો પૂછયું જ નથી. શું કરું? ત્યારે ફરી શ્રી મહાવીર સ્વામી ભગવાનનું શરણું યાદ આવ્યું. પ્રભુ વીરને રડતાં રડતાં એટલી પ્રાર્થના કરી કે હે પ્રભુ ! ઘરના બધા નિયમ પૂર્ણ કરવામાં સાથ આપે. જો આમ થશે તો હું રોજની ત્રણ બાંધી નવકારવાળી ગણીશ.
ઘેર આવતાં તો ચમત્કાર થઈ ગયો. ઘરે મમ્મી-પપ્પાના ચહેરા પર ખુશી છલકાતી હતી. પપ્પાએ અમીતને ખૂબ જ સારી રીતે ગળે લગાડ્યો અને કહ્યું કે શાબાશ બેટા ! જે પાપ હું નથી છોડી શક્યો તે પાપ તે જિંદગીભર માટે છોડ્યું. ધન્યવાદ ! ધન્યવાદ ! બેટા ! હિંમતપૂર્વક નિયમ લીધો છે તો સત્ત્વથી
સંસારમાં સમસ્યા છે એમ નહિ સંસાર જ સમસ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org