________________
કે
હું છે
છે કે દ્વારા 99)
(મારે કાંઇક કહેવું છે નૂતન વર્ષાભિનંદન સહિત પ્રગટ થતા આ પુસ્તકમાં પ્રેરક શ્રેષ્ઠ પ્રસંગો. વારંવાર મમળાવવાથી આત્માને પુષ્ટ કરશે. અનંતગુણી આતમાનો સહજ સ્વભાવ ગુણપ્રેમ છે. હળુકર્મી જીવોને બીજા ગુણીજનોને જોઇ, સાંભળી, આત્મિક આનંદ, પ્રસન્નતા, સ્કૂર્તિ પ્રગટે છે! તેથી જ કાંઈક વિશિષ્ટધર્મ, ગુણો વગેરે આ પુસ્તકમાં વાંચી ઘણાં આ વારંવાર વાંચે છે. વત્તો-ઓછો ધર્મ જીવનમાં વધારે છે! ન કરી શકનારને થોડું પણ હું કરતો નથી વગેરે વસવસો મનમાં રહ્યા કરે છે. એમ આ પુસ્તકો વાંચવાથી બધાંને થોડો-ઘણો લાભ થાય છે!
આત્માર્થીઓએ પારમાર્થિક લાભ મેળવવા આ ઊચા ધર્માત્માઓને સાચા દિલથી પ્રણામ કરી, એમના પ્રત્યે આદર-બહુમાન ખૂબ વધારી આ બધી આરાધનાઓ પૈકી બધી કે ભાવના-ઉલ્લાસ પ્રમાણે વત્તી-ઓછી સાધના કાયમ કે પર્વે કે ૪-૮ માસે કરવા સંકલ્પ કરવો. જે શકય હોય તેની નોંધ કરી તે ડાયરી રોજ કે અઠવાડિયે વાંચવી જેથી જીવન ધર્મમય બનશે.
કલિકાળના વિષમ વાતાવરણમાં સર્વત્ર સ્વાર્થ અને પાપાચારો વધી રહ્યાં છે. ત્યારે આવા ધર્માત્માઓને ખૂબ ખૂબ ધન્યવાદ કે જે પોતાનું કલ્યાણ તો કરે છે. સાથે તેમના સદાચાર જોઇ, સાંભળી અનેક ભવ્યોને આવી આરાધનાઓની વિશિષ્ટ પ્રેરણા મળે છે. પ્રસંગોની આ પુસ્તિકા વિષે ઘણાં કહી ગયાં કે પ્રસંગો ખૂબ સુંદર, પ્રેરણાદાયી છે. માત્ર વાંચવાથી પણ ધણાંને હર્ષ, શ્રધ્ધા, પ્રેરણાં, હિંમત, ઉલ્લાસ, અનુમોદના વગેરે ઘણાં લાભ થાય છે. વાંચી સેંકડો ભાવિકોએ બીજાઓના આત્મહિત માટે આની સેંકડોમાં પ્રભાવના કરી છે.
સ્વ. ગુરૂદેવ ૫.પૂ.આ.ભ.શ્રી વિજય રામચંદ્ર સુરીશ્વરજી મ.સા., સ્વ. ૫.પૂ.આ.ભ. શ્રી વિજય ભુવનભાનુ સુરીશ્વરજી મ.સા., પ.પૂ.આ.ભ.શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. આદિ અનેક પૂજયોના ઉપકારોનો હું ઋણી છું. પ્રકાશનમાં પંન્યાસજી શ્રી ગુણસુંદરવિજયજી, વડોદરાના સુશ્રાવકો કિરીટભાઇ ધ્રુવ, અમરીશભાઇ શાહ આદિ અનેકોના સહકારથી આ સત્કાર્ય શકય બન્યું છે.
આપણા જેવા ભવ્યોના આ સુકૃતોને ભક્તિભાવથી વાંચી, વિચારી, અનેકોને વંચાવી સંકલ્પ અને સત્વથી ધર્મ વધારી અનુમોદી સ્વ-પર આત્મહિત સાધો એ અંતરની શુભેચ્છા. આવા પ્રેરક પ્રસંગો મોકલશો. આમાં ભૂલ જણાવશો. જિનાજ્ઞા વિરૂધ્ધ કાંઇ પણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડં.
વડોદરા.
પન્યાસ ભદ્રેશ્વર વિજય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org